Sun,17 November 2024,10:05 pm
Print
header

Twitterએ પીએમ મોદીના નજીકના આ વ્યક્તિનું ટ્વીટર હેન્ડલ કર્યું Unverified, હટાવી બ્લૂ ટિક

હોબાળો થતા બ્લુ ટીક રીસ્ટોર કર્યું

નવી દિલ્હીઃ માઈક્રો બ્લોલિંગ સાઇટ અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો છે. સોશિયલ મીડિયાની નવી ગાઈડલાઈન લાગુ નહીં કરવાને લઈને ટ્વીટર પર સવાલ ઉભા થઈ રહ્યાં છે દરમિયાન કંપનીએ વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. ટ્વીટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીના ખાસ માનવામાં આવતાં એમ.વૈંકેયા નાયડૂના ટ્વિટર એકાઉન્ટને અનવેરિફાઈડ કરીને બ્લૂ ટીક હટાવી દીધી હતી જે બાદ અનેક લોકોએ કંપની સામે નારાજગી વ્યકત કરી છે જો કે કંપનીએ હોબાળો થતા પાછું બ્લુ ટીક રીસ્ટોર કરી દીધું હતુ.

ભાજપના નેતાએ કહ્યું કે, ટ્વીટરે ઉપરાષ્ટ્રપતિના ટ્વીટર હેન્ડલ પરથી બ્લૂ ટિક હટાવીને ભારતના બંધારણ પર હુમલો કર્યો છે. અનેક યૂઝર્સનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી એક્ટિવ ન હોવાથી અનવેરિફાઈડ કરવામાં આવ્યું છે થોડા દિવસો પહેલા કંટેટ ફિલ્ટરિંગને લઈ દિલ્હી પોલીસે ટ્વવીટર ઈન્ડિયાની દિલ્હી અને ગુરુગ્રામ ઓફિસ પર રેડ પાડી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch