Fri,15 November 2024,8:08 am
Print
header

જમ્મુ-કાશ્મીર: બે તસ્કરો પાસેથી 70 કરોડ રૂપિયાનું હેરોઇન અને 11.82 લાખ રૂપિયા ઝડપાયા

શ્રીનગર: સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરીને પોલીસે બે ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.70 કરોડની કિંમતનું 11 કિલો હેરોઇન અને રૂપિયા 11.82 લાખ રોકડા જપ્ત કર્યાં છે. બંનેએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે આ કન્સાઇન્મેન્ટ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું છે.  

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજીપી) કાશ્મીર વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે, શ્રીનગર પોલીસે કર્નાહ કુપવાડાથી બે સરહદ પારના દાણચોર સજ્જાદ બદાના અને ઝહીર મંચની ધરપકડ કરી છે. તસ્કરો પાસેથી 11.089 કિલો હેરોઇન (જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 70 કરોડ રૂપિયા છે) અને 11,82,500 રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યાં છે. રાજબાગ પોલીસ સ્ટેશનમાં તસ્કરો સામે એનડીપીએસ એક્ટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે, આ ડ્રગ્સ પાકિસ્તાનથી લવાયું છે.

પોલીસે જણાવ્યું કે બંને તસ્કરો શ્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ચોક્કસ બાતમીને આધારે શ્રીનગર પોલીસે રાજબાગમાં ગુલામ મોહમ્મદ ડારના ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી રકમ હેરોઇનના વેચાણથી ભેગી કરવામાં આવી હતી. બંનેએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તેઓ લાંબા સમયથી આ ધંધો કરે છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch