Sat,16 November 2024,12:28 am
Print
header

કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં લોકોએ કાઢ્યું સરઘસ, પથ્થરમારાને કારણે સ્થિતી તંગ બની- Gujarat Post

લોકોને શાંતિ રાખવા પોલીસે કરી અપીલ 

ઉદેપુરઃ કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં ઉદેપુરમાં અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા અને સરઘસ કાઢ્યું હતું. સુરક્ષા વચ્ચે લોકોએ ભગવા ધ્વજ લહેરાવ્યાં હતા. ઉદેપુર હત્યાકાંડને લઈને લોકોમાં ભારે ગુસ્સો છે. સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાના અહેવાલો છે.

કેસરી ધ્વજ સાથે લગભગ 1,000 લોકો હત્યા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી રહ્યાં હતા. મંગળવારે થયેલા હિંસક દેખાવા બાદ શહેરની તમામ દુકાનો બંધ છે. કર્ફ્યૂ લાદવામાં આવ્યો હોવા છતાં આ વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે.

સીએમ અશોક ગેહલોત કન્હૈયાલાલના પરિવારને મળવા ગયા હતા. તેમણે આશ્રિત પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી છે. કહ્યું છે કે હું જનતાને આશ્વાસન આપું છું કે જે રીતે POCSO એક્ટના ઘણા કેસોમાં ઝડપી કાર્યવાહી કરીને ગુનેગારોને સજા આપવામાં આવી છે તેવી જ રીતે ઉદેપુર સહિત અન્ય કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આખું રાજસ્થાન કન્હૈયાલાલના પરિવાર સાથે ઊભું છે. 

ઉદેપુરની ઘટના પર કોંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું કે હું તેને આતંકવાદી હુમલો ગણીશ. તેને આતંકવાદી હુમલાના દ્રષ્ટિકોણથી જોઇશું, આરોપીઓ ઝડપાઈ ગયા છે અને તેમને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એવી સજા મળે કે જે દેશ અને દુનિયામાં એક ઉદાહરણ બની રહે છે. પીડિત પરિવારોને તમામ મદદ પૂરી પાડશે. આ ઘટનામાં જે પણ જવાબદાર છે, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.નોંધનિય છે કે નુપૂર શર્માના સમર્થન કરનાર આ વ્યક્તિની કટ્ટરપંથીઓએ હત્યા કરી નાખી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch