Fri,15 November 2024,6:03 pm
Print
header

ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર મળશે મફતમાં- Gujarat Post

CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો

ગાંધીનગરઃ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજ્ય સરકાર લોકોને રીજવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના બે સિલિન્ડર મફત આપવાની જાહેરાત કરી છે. CNG અને PNGના વેટમાં પણ 10 ટકાનો ઘટાડો કર્યો છે. CNGમાં વેટમાં ઘટાડો થવાથી ગ્રાહકોને કિલોએ 6થી 8 રૂપિયા જેટલો ફાયદો થઇ શકે છે. PNGમાં 5થી6 રૂપિયા જેટલો ફાયદો થશે. કંપનીઓ ટૂંક સમયમાં જ ભાવ ઘટાડી શકે છે.

મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વર્ષમાં 2 સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય અમારી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણીઓ અને વાહનચાલકોને લાભ મળશે.

રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. રૂપિયા 600 કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. 11 જિલ્લાઓમાં નુકસાનીના સર્વે બાદ આવેલા આંકડાઓ પ્રમાણે રાહત પેકેજ જાહેર કરાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધારે ખેતીને નુકસાન થયુ છે.

આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો જાહેર કરાયો છે. દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા જમા થયા છે. આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપ્તા માટે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. મોદીએ દિલ્હીના પુસા કેમ્પસમાં આયોજિત પીએમ કિસાન સન્માન 2022 મેળાના ઉદ્ઘઘાટન સમયે 12મો હપ્તો રજૂ કર્યો હતો. વડાપ્રધાને રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું ઉદ્ઘઘાટન કર્યું હતુ. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch