Sat,16 November 2024,9:06 pm
Print
header

બ્રિટનમાં ઓમિક્રોનના કહેર વચ્ચે થયો કોરોના વિસ્ફોટ, સંક્રમણના તમામ રેકોર્ડ તૂટ્યા- Gujarat Post

(file photo)

લંડનઃ બ્રિટનમાં કોરોના વિસ્ફોટ બાદ ક્રિસમસ અને નવા વર્ષની તૈયારી પર પાણી ફરી વળી શકે છે. એક જ દિવસમાં અત્યાર સુધી વધુ 78,610 નવા દૈનિક કેસ નોંધાયા છે. યુકેના આરોગ્ય વિભાગના જણાવ્યાં અનુસાર, અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.વડાપ્રધાન બોરિસ જોહ્ન્સનને સંક્રમણની નવી લહેરની ચેતવણી આપી છે, કારણ કે નવો કોરોના વાયરસ ઓમિક્રોન સમગ્ર યુકેમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. મંગળવારે 100 થી વધુ સાંસદોએ રોગચાળાના વધતા પ્રસારને રોકવા લેવાયેલા પગલાની વિરુદ્ધ મત કર્યુ હતું. જેને કારણે સરકારની ચિંતામાં થોડો વધારો થયો છે.

આરોગ્ય અધિકારીએ કહ્યું કે યુરોપમાં ક્રિસમસ અને નવા વર્ષની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ રીતે ચેપની વધતી ગતિ લોકોને નિરાશ કરી શકે છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે EU ઓમિક્રોન સામે લડવા માટે તૈયાર છે.અહીં લગભગ 66 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. પરંતુ કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોએ ચિંતા વધારી દીધી છે.

બીજી તરફ ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ ઓમિક્રોનના કેસ વિવિધ રાજ્યોમાં મળી આવતાં સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. જેને લઇને આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch