Sat,16 November 2024,10:23 am
Print
header

રશિયન હુમલામાં વધુ 47 યુક્રેનિયન નાગરિકોનાં મોત, ઝેલેન્સકીએ કહ્યું- જો પુતિનને રોકવામાં નહીં આવે તો આખું યુરોપ ખતમ થઈ જશે- Gujarat Post

યુક્રેનઃ રશિયાએ હવે યુદ્ધમાં રહેણાંક વિસ્તારોમાં હુમલા તેજ કર્યાં છે. યુક્રેનનો દાવો છે કે ઝાયટોમીર શહેરમાં રશિયન બોમ્બ હુમલામાં તેના વધુ 47 નાગરિકોના મોત થઇ ગયા છે  સ્થાનિક પોલીસે તેને ક્લસ્ટર બોમ્બ હુમલો ગણાવ્યો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયા સતત સૈન્ય મથકો તેમજ નાગરિક વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુરોપિયન નેતાઓને રશિયાને રોકવામાં મદદ કરવા અપીલ કરી છે, કહ્યું કે, 'જો રશિયાને રોકવામાં નહીં આવે તો આખું યુરોપ ખતમ થઈ જશે.' 

ઝેલેન્સકીએ દાવો કર્યો કે રશિયન રોકેટ કિવમાં રાષ્ટ્રપતિ મહેલની બહાર પડ્યું હતું. રશિયા ફરી લક્ષ્ય ચૂકી ગયું છે.રશિયાએ શુક્રવારે યુક્રેનિયન શહેર મેરીયુપોલમાં રહેણાંક એપાર્ટમેન્ટ પર મિસાઇલો છોડી હતી.આ સમયે ઈમારતમાં કોઈ લોકો ન હતા. હુમલા બાદ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. વોલોડીમીર ઝેલેન્સકીએ યુક્રેનને નો-ફ્લાય ઝોન ન બનાવવા બદલ નાટોની ટીકા કરી છે. નાટોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ઝેલેન્સ્કીનો પ્રસ્તાવ ઠુકરાવી દેવામાં આવ્યો હતો. ફ્રાન્સે ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયન હુમલાની નિંદા કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને યુએનને તેની સુરક્ષા માટે વિશેષ સત્ર બોલાવવા વિનંતી કરી છે.

રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ખાર્કીવ, મેરીયુપોલ જેવા શહેરોને ઘેરી લીધા છે. અહીં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો છે.જેને કારણે ફસાયેલા નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ ફેસબુક અને ટ્વિટર પર પ્રતિબંધ મૂક્યો છે. પુતિન પ્રશાસને કહ્યું છે કે આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો છે કારણ કે રશિયન મીડિયા સામગ્રી પ્રકાશનમાં ભેદભાવ કરે છે. રશિયન સેન્સરશીપ એજન્સી રોસ્કોમનાદઝોરે કહ્યું કે ફેસબુક-ટ્વિટર વિરુદ્ધ 26 કેસ હતા, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેસબુકે એક નિવેદન જારી કરીને કહ્યું કે રશિયાના આ નિર્ણયને કારણે લાખો લોકોને વિશ્વસનીય માહિતી નહીં મળે.

યુક્રેનના ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયન હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. રશિયન રાજદૂતે કહ્યું કે પરમાણુ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત છે, ત્યાં કોઈ રશિયન હસ્તક્ષેપ નથી.અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને દાવો કર્યો છે કે યુક્રેને કિવની બહાર હુમલો કરીને રશિયન સૈનિકોને નબળા પાડ્યા છે. યુક્રેનને હથિયારો મોકલવાના સવાલ પર પેન્ટાગોને કહ્યું કે યુક્રેન પાસે પહેલાથી જ પૂરતા હથિયારો છે.

યુએનમાં ચર્ચા દરમિયાન યુક્રેનના રાજદૂત સેર્ગી કિસલિતસિયાએ દાવો કર્યો હતો કે રશિયન સૈનિકોએ પરમાણુ પ્લાન્ટમાં કામ કરતા કામદારોની હત્યા કરી હતી. સવારે સેનાના જવાન ઝપોરિઝિયા પ્લાન્ટની નજીક પહોંચ્યા, ત્યાં દેખરેખ રાખી રહેલા કર્મચારીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું. યુક્રેને કહ્યું કે રશિયન આતંકને રોકવો એ સમગ્ર વિશ્વની ફરજ છે.

પોલેન્ડમાં સુરક્ષા દળોએ સ્પેનિશમાં જન્મેલા પત્રકાર પાબ્લો ગોન્ઝાલેઝની રશિયા વતી જાસૂસીની શંકામાં ધરપકડ કરી છે.આ કેસમાં તેને 10 વર્ષની જેલ થઈ શકે છે. પત્રકારની પત્ની ઓહાના ગોહરીનાએ રોઇટર્સને જણાવ્યું કે પોલીસે શુક્રવારે તેની ધરપકડ કરીને જેલમાં નાખી દીધા છે.પોલેન્ડ યુક્રેનનો સરહદી દેશ છે અને યુદ્ધને કારણે લાખો યુક્રેનિયનોએ અહીં આશ્રય લીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch