Sat,16 November 2024,10:12 am
Print
header

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે- મારી સાથે વાત કરો, તમને શેનો ડર લાગે છે ? Gujarat Post

યુક્રેનઃ રશિયા અને યુક્રેન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલુ છે અને હાલ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સીધી વાતચીત કરવા માંગે છે.વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન સાથે સીધી વાતચીત જ યુદ્ધનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો છે.વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અમારી સાથે સીધી વાત કરે તો બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવી શકે છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરવાની વિનંતી કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની પુતિનની તાજેતરની મીટિંગના ફોટોગ્રાફ્સ નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, અમારી સાથે બેસીને વાત કરો 30 મીટર દૂર નહીં. ઝેલેન્સકીએ ગુરુવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે હું કરડતો નથી, તમને શેનો ડર લાગે છે ? યુદ્ધ કરતાં વાતચીત કરવી વધુ સારી છે.

ઝેલેન્સકીએ પશ્ચિમને યુક્રેનને લશ્કરી સહાય વધારવા માટે હાકલ કરીને કહ્યું કે રશિયા બાકીના યુરોપમાં આગળ વધશે, જો તમારામાં આકાશ બંધ કરવાની શક્તિ નથી,તો મને વિમાન આપો ! યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ યુક્રેનિયન નાગરિકોને વચન આપ્યું હતું કે રશિયન સૈન્ય આક્રમણને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલ નુકસાનનું સમારકામ કરવામાં આવશે અને મોસ્કોએ બિલ ચૂકવવું પડશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, "જો તમે હમણાં જવા માંગતા ન હોવ તો મારી સાથે વાતચીતના ટેબલ પર બેસો, હું મુક્ત છું, હું સામાન્ય માણસ છું,મારી સાથે બેસો, મારી સાથે વાત કરો, તમને શું ડર લાગે છે ? અમે રશિયા પર હુમલો કરી રહ્યાં નથી.અમે તેના પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં નથી.તમે અમારી પાસેથી શું ઈચ્છો છો ? અમારી જમીન છોડો. કોઈએ વિચાર્યું ન હતું કે આધુનિક વિશ્વમાં માણસ પ્રાણીની જેમ વર્તે છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે સુરક્ષા પરિષદ સાથેની બેઠક બાદ મોટું નિવેદન આપ્યું છે. પુતિને યુક્રેન પર વિદેશી નાગરિકોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું કે અમારી સેના નાગરિકોને ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરી રહી છે.તેમણે કહ્યું કે યુક્રેનમાં ભારતીયો સહિત ચીની નાગરિકોને પણ બંધક બનાવવામાં આવ્યાં છે, યુક્રેન વિદેશીઓને બહાર કાઢવામાં વિલંબ કરી રહ્યું છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને ફરીથી પુતિન સાથે વાતચીત કરી હતી. તે યુક્રેનમાં શું હાંસલ કરવા માંગે છે. પુતિને યુક્રેન પર સતત થઈ રહેલા હુમલા અંગે કહ્યું છે કે જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે અમારું મિશન ચાલુ રાખીશું. વ્લાદિમીર પુતિને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે રશિયન સશસ્ત્ર દળો નાગરિકોને ધમકી આપતા નથી અથવા નાગરિકો પર હુમલો કરી રહ્યાં નથી.મંત્રણાને લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch