Fri,15 November 2024,8:09 am
Print
header

અતિકના પુત્ર અસદની કહાનીઃ સ્કૂલમાં કરતો હતો ગુંડાગીરી, ભાઈઓના જેલમાં ગયા બાદ સંભાળી હતી ગેંગની કમાન

ઉત્તર પ્રદેશઃ ઉમેશ પાલ હત્યા કેસમાં યુપી એસટીએફે મોટી કાર્યવાહી કરી છે. માફિયા અતિક અહેમદના પુત્ર અસદ અહેમદને પોલીસે એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધો છે. આ એન્કાઉન્ટરમાં અસદની સાથે અન્ય એક આરોપી શૂટર ગુલામ અહેમદને પણ પોલીસે ઠાર કર્યો છે. 

અતિકનો ત્રીજો પુત્ર અસદ અહેમદ લખનઉથી આખી ગેંગ ચલાવતો હતો. અસદે આ વર્ષની શરૂઆતમાં લખનઉની એક શાળામાંથી 12 મું ધોરણ પાસ કર્યું હતું. ઉમેશ પાલ કેસમાં અસદનો ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો હતો.ત્યારથી જ તે પોલીસના નિશાના પર હતો. આજે અમે અસદની પૂરી કહાની જણાવીશું. કેવી રીતે તેણે ગુનાની દુનિયામાં પગ મૂક્યો અને તેના પિતાના પગલે ચાલ્યો.

અતિકના પુત્ર અસદે સ્કૂલમાંથી જ ગુંડાગર્દી શરૂ કરી દીધી હતી. અતિકના પાંચ પુત્રો પ્રયાગરાજની એક સ્કૂલમાં ભણતા હતા.અસદ મારપીટ કરવામાં કુખ્યાત હતો. જ્યારે મોટા છોકરાઓ વિવાદો લઇને તેની પાસે જતા હતા ત્યારે તે દરેક બાબતોનો ઉકેલ લાવી દેતો હતો.અસદ મોંઘી કારમાં સ્કૂલે જતો હતો. થોડા વર્ષો પહેલા અસદ શાળાના રમત-ગમતના દિવસે એક રસાકસીભરી સ્પર્ધામાં એક ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેની ટીમ હારી ગઈ હતી. આ હારથી તેને એટલો આઘાત લાગ્યો હતો કે તેણે વિજેતા ટીમના છોકરાઓને નિશાન બનાવ્યાં હતા.જ્યારે શિક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેને શિક્ષકોને માર માર્યો હતો. તે દિવસે શાળાનું મેદાન વાલીઓથી ભરેલું હતું.લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ અતિકનું નામ આવ્યાં બાદ બધા ડરીને શાંત થઇ ગયા હતા. શાળાના આચાર્યએ પણ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી.

અસદનો એક વીડિયો આજે પણ વાયરલ છે.જે 2017ની હોવાનું કહેવાય છે. ત્યાર બાદ તેણે એક લગ્ન સમારોહમાં ગોળીબાર કર્યો હતો. તે સમયે તે સગીર હતો. વર્ષ 2018માં અતિકનો મોટો પુત્ર ઓમર ચર્ચામાં આવ્યો હતો. એ વખતે ઓમરે લખનઉના એક પ્રોપર્ટી ડીલર મોહિત જયસ્વાલનું અપહરણ કર્યું હતું. મોહિત જયસ્વાલનું અપહરણ કરીને દેવરિયા જેલમાં લઇ જવામાં આવ્યો હતો, તે સમયે અતિક અહેમદ આ જેલમાં બંધ હતો. અતિકના બીજા પુત્ર અલી સામે પણ હત્યાના પ્રયાસ અને ખંડણીના કેસ નોંધાયેલા છે. 

તપાસ એજન્સીઓએ બંને ભાઈઓ પર ઈનામની જાહેરાત કરી હતી. પકડાઈ જવાના અને એન્કાઉન્ટરના ડરથી આ ભાઈઓએ જુલાઈમાં આત્મસમર્પણ કર્યું હતું. બંને ભાઈઓના આત્મસમર્પણ બાદ અસદે આ ગેંગની કમાન સંભાળી લીધી હતી. ઉમેશ પાલ મર્ડરનો મુખ્ય શૂટર અસદ અહેમદ મોંઘા વાહનો અને ફોનનો શોખીન હતો. તે વિદેશી ઘડિયાળો પહેરતો હતો.દરોડા દરમિયાન અસદના રહેણાંકથી આઇફોન મળી આવ્યો હતો. ફોન ટ્રેક થવાના ડરથી અસદ લખનઉના ફ્લેટમાં પોતાનો ફોન મૂકી ગયો હતો. અસદ પાસે બ્રાન્ડ-સેન્ટ્રિક ઘડિયાળ હતી. આ ઘડિયાળની કિંમત એક લાખ રૂપિયાથી વધુ છે. 

અસદ કાકા અશરફનો સૌથી પ્રિય ભત્રીજો હતો. અશરફે જ તેને શૂટિંગ, કાર રેસિંગ અને ઘોડેસવારીમાં નિપુણતા અપાવી હતી. ઉમેશ પાલની હત્યા બાદ સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સાડી પહેરેલો એક યુવક ક્રેટા કારમાંથી બહાર નીકળીને અંધાધૂંધ ફાયરિંગ કરે છે. ગોળીબાર કરનાર શખ્સ અસદ હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch