Sat,16 November 2024,2:23 pm
Print
header

Budget 2022: LICના આઈપીઓથી લઈને યુવાનોને નોકરી, બજેટની આ રહી ખાસ વાત – Gujarat Post

(બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ)

નવી દિલ્હીઃ આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. સતત ચોથી વખત નિર્મલા દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે.

અત્યાર સુધીમાં બજેટમાં થયેલી જાહેરાતો પર એક નજર કરીએ

2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે.તેના માટે 48,000 કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બજેટથી યુવાનોને ઘણો ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 60 લાખ યુવાનો માટે નોકરીની તકો ઉભી કરવામાં આવશે

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) માર્ચ 2023 સુધી લંબાવવામાં આવશે,ગેરંટી કવર રૂ. 50,000 કરોડથી વધારીને કુલ રૂ. 5 લાખ કરોડ કરવામાં આવશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય બજેટમાં અમૃત કાલના આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ છે.

કોરોનાના સમયમાં શિક્ષણનું ઘણું નુકસાન થયું છે.તેમણે કહ્યું કે એક વર્ગ I ટીવી ચેનલને 12 થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. ઉપરાંત ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, પાકના મૂલ્યાંકન માટે ખેડૂત ડ્રોનનો ઉપયોગ, જમીનના રેકોર્ડનું ડિજિટાઈઝેશન, જંતુનાશકોના છંટકાવ અને પોષક તત્વોને પ્રોત્સાહન આપવામાં આવશે.

વિદેશ જનારાઓ માટે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2022-23થી જ ચિપ ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવશે.

ટૂંક સમયમાં LICમાં IPO લાવશે. તેની પ્રક્રિયા આ નાણાકીય વર્ષમાં શરૂ થશે. તમને જણાવી દઈએ કે એલઆઈસીના આઈપીઓની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch