Mon,18 November 2024,6:20 am
Print
header

ખેડૂતો માટે જાણવા જેવુ.. એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ જાણો કેટલા દિવસ રહેશે બંધ

ઊંંઝાઃ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. વિવિધ શહેરોમાં સંક્રમિતોની સંખ્યામાં ભારે વધારો આવી રહ્યો છે. આવા સમયમાં સરકારે નાઇટ કર્ફ્યૂ સહિત પ્રતિબંધો લાગાવી દીધા છે. બીજી તરફ મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલું માર્કેટયાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ 8 દિવસ માટે બંધ રહેશે. ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજબજાર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 25 માર્ચ, 2021થી 1 એપ્રિલ, 2021 સુધી કુલ 8 દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે.

ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતને પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આ નિર્ણયને કોરોનાના કેસો સાથે કંઈ લેવાદેવા નથી. પરંતુ કોરોનાના કેસો વધી રહ્યા છે તેવામાં આ નિર્ણય આશિર્વાદરૂપ સાબિત થશે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ચાર મોટાં શહેરો સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં તો કોરોના બેકાબૂ બની ગયો હોય એવી હાલત છે અને હવે ઊંઝાનું માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ રહેશે તેના કારણે લોકોમાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઘટશે.

વેપારીઓ દ્વારા માર્ચ એન્ડીંગના કારણે વર્ષ દરમિયાન કરવામાં આવેલા વેપાર ધંધાના હિસાબો માટે હિસાબી વર્ષના છેલ્લા દિવસોમાં માર્કેટયાર્ડ બંધ રાખવા માટે એપીએમસીમાં રજૂઆત કરવામાં આવે છે. જેને પગલે એપીએમસી દ્વારા બંધ રાખવામાં આવે છે. જેમાં આ વખતે કોરોનાનો ખતરો પણ છે. જેથી ઊંઝા માર્કેટયાર્ડ 25 માર્ચથી બંધ રાખવામાં આવશે જે 2 એપ્રિલના રોજ ફરી એકવાર શરૂ થશે. જેથી ખેડૂતો આ દિવસ દરમિયાન તેમનો માલ અહીં વેચી શકશે નહીં 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch