Sun,17 November 2024,1:57 pm
Print
header

તમે પણ સાવધાન થઇ જાજો, ઊંઝા હનીટ્રેપ કેસમાં ફરાર ડિમ્પલે કર્યાં અનેક ખુલાસા

ઊંઝાઃ રાજ્યમાં હનીટ્રેપમાંના કિસ્સાઓ વધી રહ્યાં છે. માર્કેટ યાર્ડની પેઢીના મહેતાજીને હનીટ્રેપમાં ફસાવીને રૂ.58.50 લાખ પડાવી લેવાના કેસમાં ફરાર મહિલા આરોપી ડિમ્પલ પટેલની ઊંઝા પોલીસે ઉનાવા પાસેથી ઝડપી લીધી છે. ઊંઝામાં નામાંકિત પેઢીના મહેતાજી ઉપરાંત આ અંગે અન્ય ત્રણ શખ્સોને પણ તેમણે હનીટ્રેપમાં ફસાવ્યા હતા, તેમની પાસેથી પૈસા પડાવ્યાં હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા શખ્સો કોર્ટમાં રજુ કરીને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. જો કે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં વેપારીને ફસાવનાર ડિમ્પલ પટેલ નામની યુવતી ફરાર થઇ ગઇ હતી.

ઊંઝા ગંજબજારની પેઢીના મહેતાજીને ફોન કરી હનીટ્રેપમાં ફસાવનારી ઉપેરાની ડિમ્પલ વિપુલભાઈ પટેલ આખરે ઝડપાઈ ગઈ છે. પીઆઈ એસ.જે.વાઘેલાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ આર.કે. પાટીલને મહિલા પોલીસ સ્ટાફ સાથે વોચમાં ગોઠવી ઉનાવા પાસેથી ડિમ્પલ પટેલને ઝડપી લીધી હતી.

પોલીસ તપાસ દરમિયાન આ ટોળકીએ અગાઉ પણ જિલ્લામાં 3 લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખોની રકમ વસૂલ કરી હોવાનું કબુલ્યું હતું. જેમાં સાત મહિના પહેલા મહેસાણાથી ઉનાવા વચ્ચે એક મારવાડી ઈસમને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકીઓ આપી 2 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું કબુલ્યું હતું. એક મહિના પહેલા ઊંઝામાં રહેતા મોટી ઉંમરના એક વડીલને છોકરીનો નંબર આપી વાતચીત કરાવ્યાં બાદ વડનગરના ગેસ્ટ હાઉસમાં બોલાવી પાછા ફરવાના સમયે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા. આ ટોળકીએ ઊંઝાના એક નવયુવાનને નંબર આપી વાતચીત કરાવી વિસનગર તરફ આવેલા ગેસ્ટ હાઉસમાં યુવતી મોકલી પરત આવવાના સમયે હની ટ્રેપમાં ફસાવી ધમકીઓ આપી 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા ત્યારે રાજ્યમાં હનીટ્રેપના કિસ્સા વધી રહ્યાં છે લોકોએ પણ આવા ષડયંત્રોમાં ફસાવાથી દૂર રહેવું જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch