Sun,17 November 2024,12:38 am
Print
header

અમદાવાદમાં વહેલી સવારે કમોસમી વરસાદ, રાજ્યમાં અન્ય જગ્યાએ માવઠાંથી ખેડૂતોની વધી ચિંતા

(File Photo)

અમદાવાદઃ અગાઉની હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે વહેલી સવારે અમદાવાદના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ માવઠું થયાના અહેવાલ છે.

ગાંધીનગરના કલોલમાં કમોસમી કમોસમી વરસાદ શરૂ થતાં ધરતીપુત્રો ચિંતામાં છે. બનાસકાંઠા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓમાં આખી રાત દરમિયાન ઝરમર વરસાદી છાંટા શરૂ રહ્યાં હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે દિવસ છૂટોછવાયો વરસાદ પડશે.આજે મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે. આવતીકાલે આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, મહિસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch