Sun,17 November 2024,12:04 am
Print
header

રાજ્યમાં 48 કલાક કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી

ગાંધીનગરઃ રાજ્યમાં 48 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં આજે આફતનો વરસાદ પડ્યો છે.માર્કેટ યાર્ડોમાં પડેલા પાકને નુકસાન થયું છે. હજુ પણ બે દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશર સિસ્ટમની દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર પડશે.માવઠાને કારણે શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લામાં વાપીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોના રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, વાપીમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ બાદ માવઠું થયું છે. આ સિઝન રવિ પાકની છે. ખેડૂતોએ હાલ જ રવિ પાકની વાવણી કરી છે. 

વાપીમાં વહેલી સવારથી ધીમે ધારે વરસાદ પડ્યો હતો. બાદમાં ચોમાસું જામ્યું હોય તેમ વધારે વરસાદ શરૂ થયો હતો.જેને કારણે આ વિસ્તારમાં શાકભાજી અને રવિ પાક લેતા ખેડૂતોમાં ચિંતા વધી છે. જો આ વરસાદ હજુ પણ ચાલુ રહેશે તો ચોક્કસપણે રવિ પાકને નુકશાન થશે. વાપીના બલીઠા, હરિયા હોસ્પિટલ, મોરારજી સર્કલ વિસ્તારમાં કમોસમી વરસાદના લીધે વાતવરણમાં ઠંડક પ્રસરી છે. શિયાળામાં માવઠું થતા વાતાવરણ પણ આહલાદક બન્યું છે. જો કે આ માવઠાની અસર વધુ બે દિવસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch