Sat,16 November 2024,10:17 am
Print
header

UP Elections: છઠ્ઠા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.69 ટકા મતદાન, સીએમ યોગીએ મતદાન બાદ કરી આ અપીલ- Gujarat Post

(મતદાન મથકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ)

UP Elections: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન છે. જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નેતાઓનું ભાવી ઇવીએમમાં સીલ થશે. આ તબક્કામાં કુલ 57 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય કુમાર લલ્લુ, સપાના સ્વામી પ્રસાદ મૌર્ય પણ આ તબક્કામાં ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે સવારે 9 વાગ્યા સુધીમાં 8.69 ટકા મતદાન નોંધાયું છે.

આંબેડકરનગરમાં 9.46 ટકા, બલરામપુરમાં 8.13 ટકા, સિદ્ધાર્થનગરમાં 8.28 ટકા, બસ્તીમાં 9.88 ટકા, સંતકબીરનગરમાં 6.80 ટકા, મહારાજગંજમાં 8.90 ટકા, ગોરખપુરમાં 8.96 ટકા, કુશીનગરમાં 9.64 ટકા, દેવરિયામાં 8.37 ટકા અને બલિયામાં 7.57 ટકા મતદાન થયું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યાં બાદ કહ્યું કે મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરશે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ રેકોર્ડ બનાવશે અને મોટી સંખ્યામાં બેઠકો જીતશે.અમે 80 ટકાથી વધુ બેઠકો જીતીશું.વિકાસ અને સુરક્ષા માટે મત આપો, ભાજપને મત આપો.

હનુમાનગઢી મંદિરના મહંત મહેન્દ્ર દાસને બલરામપુર સીટની MPP ઇન્ટર કોલેજ બૂથ પર વોટિંગ સ્લિપ ન હોવાના કારણે મતદાન કરતા અટકાવવામાં આવ્યાં હતા. મહંતે કહ્યું કે બીએલઓએ તેમને સ્લિપ પહોંચાડી નથી મોબાઈલ નંબર પર મેસેજ આવી ગયો છે, પરંતુ સંબંધિત કર્મચારી તૈયાર નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch