Sat,16 November 2024,7:56 pm
Print
header

દ્વારકા પગપાળા જઇ રહેલા સંઘને નડ્યો અકસ્માત, ઉપલેટા નજીક કાર ચાલકે પદયાત્રીઓ પર કાર ચઢાવતા 2 મહિલાઓનાં મોત - Gujarat Post

રાજકોટઃ વડોદરાના પાદરા ગામમાંથી પુરૂષો અને મહિલાઓ પગપાળા દ્વારકા જઇ રહ્યાં હતાં. ત્યારે ઉપલેટા નજીક મોજ નદીના પુલ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્રણ મહિલાઓને ટક્કર લાગી હતી,જેમાં બે મહિલાઓના  ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત થઇ ગયા હતા.એક મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. ઘટનાની જાણ થતા ઉપલેટા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે અમદાવાદથી પોરબંદર જતી કારના ચાલકની અટકાયત કરી છે.

વડોદરા જિલ્લાના પાદરાથી સંઘ ભગવાન ક્રિષ્નની પગપાળા માનતા પુરી કરવા દ્વારકા જઇ રહ્યો હતો. આ પગપાળા સંઘમાં 90 પુરુષો અને મહિલાઓ સામેલ હતી.સંઘ ઉપલેટા-પોરબંદર હાઈવે પર મોજ નદીના પુલ પાસે આવેલા કારેશ્વર મહાદેવના મંદિર સામે પહોંચ્યો હતો.ત્યાં GJ-1-RA-7100 નંબરના કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સંઘના લોકોને પાછળથી ટક્કર મારી હતી. કૈલાસબેન ગોવિંદભાઈ ચૌહાણ અને કૈલાસબેન ભગવાનસિંહ ગોહિલનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને એકને ગંભીર ઇજા પહોંચી હતી. બંને મહિલાઓ ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. કાર ચાલકની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch