Fri,15 November 2024,3:56 pm
Print
header

અમને ખુશી છે કે... અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીનના સૈન્ય વચ્ચે અથડામણ બાદ અમેરિકાની પ્રતિક્રયા - Gujarat Post

વોશિંગ્ટનઃ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી અથડામણ પર અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, બાઇડન વહીવટીતંત્ર ખુશ છે કે ભારત અને ચીન બંને અથડામણ પછી તરત જ ખસી ગયા હતા. પ્રેસ બ્રીફિંગ દરમિયાન વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરિન જીને જણાવ્યું હતું કે અમેરિકા આ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, બંને પક્ષોએ સરહદ વિવાદ પર ચર્ચા કરવા માટે હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ.

"અમને ખુશી છે કે અથડામણ બાદ બંને પક્ષોએ તરત જ પીછેહઠ કરી હતી. તવાંગ સેક્ટરમાં શુક્રવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં બંને પક્ષના સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ અથડામણમાં ઘાયલ થયેલા ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકોની સંખ્યા કરતા વધારે છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આપણા જવાનોએ 9 ડિસેમ્બરના રોજ અરુણાચલના તવાંગ સેક્ટરના યાંગત્ઝે વિસ્તારમાં ચીની સેનાને વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)નું ઉલ્લંઘન કરતા બહાદુરીથી રોકી હતી. હું આ ગૃહને કહેવા માંગુ છું કે આપણો કોઈ પણ સૈનિક શહીદ થયો નથી કે ગંભીર રીતે ઘાયલ થયો નથી. હું ગૃહને ખાતરી આપું છું કે આપણી સેના દેશની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરી શકે છે.સેના કોઈપણ અતિક્રમણનો સામનો કરવા માટે તૈયાર છે. મને વિશ્વાસ છે કે ગૃહ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને સાહસને ટેકો આપશે.

એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર રાઇફલ્સની ત્રણ અલગ અલગ બટાલિયન, જાટ રેજિમેન્ટ અને શીખ લાઇટ ઇન્ફન્ટ્રીના સૈનિકો અથડામણના સ્થળે હાજર હતા.જ્યાં ચીની સૈનિકોએ પાછા ધકેલી નાખવામાં આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch