Fri,15 November 2024,8:04 am
Print
header

જુઓ વીડિયો, ટ્રમ્પને એડલ્ટ સ્ટાર કેસમાં દોષી ગણાવતા આઘાતમાં, કહ્યું આપણો દેશ નરકમાં જઈ રહ્યો છે

અમેરિકાઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પહેલાના એડલ્ટ સ્ટાર ડોલર કેસમાં દોષિત સાબિત થયા બાદ પહેલીવાર લોકો સમક્ષ હાજર થયા હતા અને કહ્યું કે "આપણો દેશ નરકમાં જઈ રહ્યો છે." ફ્લોરિડામાં પોતાના ઘરે પહોંચેલા ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમેરિકામાં આવું કંઈ થઈ શકે છે. મેં નિર્ભયતાથી મારા દેશની રક્ષા માટે એકમાત્ર ગુનો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે મૈનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગની ઝાટકણી કાઢતા કહ્યું કે અસલી ગુનેગાર ડિસ્ટ્રિક્ટ એટર્ની છે, પ્રેસે માહિતી લીક કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત સાબિત થયા બાદ મંગળવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રમ્પ ક્રિમિનલ કેસની સુનાવણી માટે મૈનહટ્ટનની કોર્ટમાં પહોંચ્યાં હતા, તેમના પર આરોપ હતો કે તેમણે એડલ્ટ ફિલ્મ સ્ટારને મોં બંધ રાખવા માટે ડોલર આપ્યાં હતા. 

સરકારી વકીલોએ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો હતો કે 2016 ની યુ.એસ. ચૂંટણી પહેલા તેમની સાથે જાતીય સંબંધોના પ્રકાશનને દબાવવા બે મહિલાઓને ચૂકવણી કરી હતી. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ ગુનાહિત આરોપોનો સામનો કરનારા પ્રથમ ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યાં છે. દોષી સાબિત થયા બાદ ટ્રમ્પે કહ્યું કે, આપણે આપણા દેશને બચાવવાનો છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમેરિકામાં આવું કંઈ થઈ શકે છે, મેં એક જ ગુનો કર્યો છે કે મારા દેશ માટે હું લડ્યો છું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch