Sat,21 September 2024,8:14 am
Print
header

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, ફ્લોરિડા અને ઇન્ડિયાનામાં 3 લોકોનાં મોત

ફ્લોરિડાઃ અમેરિકામાં તમામ પ્રયાસો કર્યાં પછી પણ ફાયરિંગની ઘટનાઓ રોકાતી નથી. અમેરિકાના ફ્લોરિડા અને ઇન્ડિયાનામાં ગોળીબારમાં ત્રણ લોકોનાં મોતના સમાચાર છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ગેનેસવિલે શહેરમાં રવિવારે વહેલી સવારે થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. તે જ સમયે ઇન્ડિયાનામાં એક પાર્ટીમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ફ્લોરિડા પોલીસ વિભાગના જણાવ્યાં અનુસાર ગોળીબાર થયા બાદ પોલીસ અધિકારીઓએ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં ગોળીબાર થયો હતો તેની નજીક યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા છે. ઇન્ડિયાનામાં પોલીસે જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે એક મોટી પાર્ટીમાં ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઇન્ડિયાનાની એક હોસ્પિટલે જણાવ્યું હતું કે 19 લોકોને સારવાર માટે ત્યાં લાવવામાં આવ્યાં હતા.

અમેરિકાના સ્વતંત્રતા દિવસ પર પણ ગોળીબાર થયો હતો

4 જુલાઈ અમેરિકાના સ્વતંત્રતા દિવસના દિવસે વોશિંગ્ટન ડીસીમાં જોરદાર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક બાળક અને એક કિશોર સહિત 9 લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગની માહિતી મળ્યાં બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. 4 જુલાઈ, સ્વતંત્રતા દિવસ પર એક કારમાં આવેલા અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.

ફિલાડેલ્ફિયામાં પણ ગોળીબાર થયો હતો

અગાઉ ફિલાડેલ્ફિયામાં પણ ગોળીબાર થયો હતો. બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરતા 5 લોકોનાં મોત થયા હતા.રાત્રે બુલપ્રૂફ જેકેટ પહેરેલા બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા. અગાઉ કેન્સાસમાં પણ ગોળીબારની ઘટના બની હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch