Sat,21 September 2024,6:11 am
Print
header

વાવાઝોડાનો ખતરો....155 કિ.મી ઝડપે ફ્લોરિડા કિનારા તરફ આગળ વધી રહ્યું છે હરિકેન ઇડાલિયા

અમેરિકાઃ ફ્લોરિડામાં એક મોટું તોફાન દસ્તક આપી રહ્યું છે. ઇડાલિયા નામનું વાવાઝોડું 155 કિ.મીની ઝડપે ફ્લોરિડા તટ તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન હવે કેટેગરી-2ના વાવાઝોડામાં ફેરવાઈને ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડાની તીવ્રતાને જોતા વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પ્રશાસને દરિયા કિનારાની નજીક રહેતા લોકોને ભારે પવન અને પૂરના જોખમને ટાળવા માટે આવશ્યક ચીજવસ્તુઓ લેવા અને સલામત સ્થળે ખસેડવા વિનંતી કરી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 ફૂટ ઊંચા મોજા

અધિકારીઓએ સીડર ટાપુના રહેવાસીઓને ચેતવણી આપી છે કે ઇડાલિયાથી તોફાન ખૂબ વધારે હોઈ શકે છે.દરિયામાં લગભગ 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. વહીવટીતંત્રે અહીં રહેતા 900 પરિવારોને તોફાનથી બચવા માટે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરી છે. લોકોએ શક્ય એટલી વહેલી તકે દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરાઇ છે.

કિનારે પહોંચતા પહેલા ઝડપ વધુ વધશે

તોફાનને કારણે પ્રશાસને દક્ષિણ કેરોલિનામાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. મિયામીમાં નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યાં અનુસાર દરિયાકાંઠે પહોંચતા પહેલા આ વાવાઝોડાની ઝડપ વધુ વધશે. હાલ વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સતર્ક છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch