Fri,15 November 2024,6:15 pm
Print
header

અમેરિકાએ કહ્યું પાકિસ્તાનના પરમાણું હથિયાર દુનિયા માટે ખતરો- gujarat post

વોશિંગ્ટનઃ ફરી એક વખત મહાસત્તા અમેરિકાએ આતંકીના ગઢ પાકિસ્તાનને લઇને ચિંતા વ્યક્ત કરી છે, પાકિસ્તાન આતંકીઓની ફેક્ટરી છે, અહીં આતંકીઓને તૈયાર કરવામાં આવે છે, પછી અન્ય દેશો પર હુમલાના ષડયંત્રો થાય છે. હવે અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તનના પરમાણું શસ્ત્રો દુનિયા માટે ખતરો બની શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે પાકિસ્તાન દુનિયા માટે મોટો ખતરો છે, તેના પર અંકુશ લગાવવો જરૂરી છે. પાકિસ્તાનમાં કોઇ સ્થિરતા નથી, અહીં સરકારો ગમે ત્યારે બદલાઇ જાય છે, પાકના પરમાણું શસ્ત્રો આતંકીઓના હાથમાં પણ જઇ શકે છે, વિશ્વને આ ચિંતા સતાવી રહી છે.

બીજી તરફ જો બાઇડેને રશિયાની ટીકા કરતા કહ્યું કે અમે યુક્રેન સાથે છીએ, જો રશિયા પરમાણું શસ્ત્રોનો ઉપયોગ કરશે તો અમે પણ ચૂપ બેસવાના નથી, તેમને રશિયાને સીધી ધમકી આપી દીધી છે, વિશ્વ માની રહ્યું છે કે થાકેલું રશિયા હવે પરમાણું શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. જેને લઇને અમેરિકાની ચિંતા વધી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch