Thu,21 November 2024,6:34 pm
Print
header

US Presidential Debate: ટ્રમ્પે હેરિસને જો બાઇડેન કહ્યાં, જવાબમાં કમલાએ કહ્યું- શું તમે જાણો છો કે તમે કોની સામે લડી રહ્યાં છો ?

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના બે ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પ્રથમ ચર્ચા શરૂ થઈ ગઈ છે. બંને નેતાઓ વચ્ચે ગર્ભપાત, અર્થવ્યવસ્થા અને દેશનિકાલ જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. કમલા હેરિસે ટ્રમ્પના આગમનથી અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડવાનો આરોપ મૂક્યો હતો, તો ટ્રમ્પે હેરિસને સામ્યવાદી ગણાવ્યાં હતા.

તમે મારી સામે લડી રહ્યાં છો: હેરિસ

ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને જો બાઇડેન કહ્યાં હતા. તેમણે બાઇડેનને દેશના સૌથી વિભાજીત રાષ્ટ્રપતિ ગણાવ્યાં હતા. હેરિસ હસ્યા અને કહ્યું કે હું ચોક્કસપણે જો બાઇડેન નથી અને ડોનાલ્ડ ટ્રમ્પ નથી. તમે જાણો છો કે તમે કોની સામે લડી રહ્યાં છો. તમે જો બાઇડેન સામે લડી રહ્યાં નથી. તમે મારી સામે લડી રહ્યાં છો. ચર્ચા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે લગભગ 40 મિનિટ અને 50 સેકન્ડ સુધી વાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે અંદાજે 35 મિનિટ અને 31 સેકન્ડનો સમય વાત કરી હતી.

વિશ્વમાં ચીનનું વર્ચસ્વ વધ્યુંઃ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જ્યારથી જો બાઇડેન અને કમલા હેરિસ સત્તામાં છે ત્યારથી દેશની અર્થવ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે. વિશ્વમાં ચીનનો પ્રભાવ વધ્યો છે. દેશમાં આજે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે જેને રોકવામાં કમલા હેરિસ નિષ્ફળ રહ્યાં છે.

ટ્રમ્પ બેરોજગારી છોડીને ગયા હતાઃ હેરિસ

કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પ દેશમાં બેરોજગારી છોડીને ગયા હતા. અમે લોકશાહી પર હુમલો થતો જોયો છે. કેપિટોલ હિલની ઘટના આપણે યાદ રાખી શકીએ. ટ્રમ્પે અમેરિકાની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી હતી, જેનું સંચાલન બાઇડેન અને તેમના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

ગર્ભપાતના મુદ્દે ભારે ચર્ચા ચાલી હતી

વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ચર્ચા દરમિયાન ટ્રમ્પની ગર્ભપાત પ્રતિબંધ નીતિની ટીકા કરી હતી. હેરિસે કહ્યું કે સરકાર સાથે સહમત થવા માટે કોઈએ પણ પોતાની માન્યતાઓને છોડવાની જરૂર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ પણ મહિલાને એ ન કહેવું જોઈએ કે તેમને તેમના શરીર સાથે શું કરવું જોઈએ.

ટ્રમ્પ હવે 20 થી વધુ રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધની વાત કરી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે છ સપ્તાહના ગર્ભપાત પ્રતિબંધને સમર્થન આપવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો. ટ્રમ્પના હોમ સ્ટેટ ફ્લોરિડામાં ગર્ભપાતનો નિર્ણય મતદાન દ્વારા લેવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટ્સ તેમની ગર્ભપાત નીતિઓમાં કટ્ટરપંથી છે. પરંતુ ગર્ભપાત રાજ્યનો મુદ્દો હોવો જોઈએ. ટ્રમ્પનું માનવું છે કે રાજ્ય ગર્ભપાત પર પ્રતિબંધનો નિર્ણય વોટ અથવા કાયદાના આધારે લેશે.

હેરિસે ચહેરાના હાવભાવ સાથે બદલો લીધો

કમલા હેરિસે ટ્રમ્પના કેટલાક પ્રશ્નોના જવાબ માત્ર ચહેરાના હાવભાવથી આપ્યાં હતા. ટ્રમ્પે કહ્યું કે ચીને તાઈવાન પાસેથી ચિપ્સ ખરીદી છે. જ્યારે ટ્રમ્પે કમલા હેરિસને તેમના પિતાને માર્ક્સવાદી કહ્યાં હતા. કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પના આગમનથી અર્થતંત્ર સંકોચાઈ જશે મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓ માને છે કે તેમની આર્થિક નીતિઓ અર્થતંત્રમાં વૃદ્ધિ કરશે અને ટ્રમ્પની યોજના અર્થતંત્રને બગાડી નાખશે. ગયા અઠવાડિયે ગોલ્ડમૅન સૅક્સે વિશ્લેષક નોંધમાં એવું કહ્યું હતું. ટ્રમ્પે ચાઈનીઝ માલ સિવાય યુનાઈટેડ સ્ટેટ્સમાં આયાત થતા મોટાભાગના સામાન પર 10% થી 20% ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સનો અંદાજ છે કે આનાથી દરેક અમેરિકનોને દર વર્ષે $2,600નો ખર્ચ વધુ થશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch