Tue,22 October 2024,11:32 pm
Print
header

અમેરિકામાં સ્કૂલના જ બે વિદ્યાર્થીઓએ કર્યું ફાયરિંગ, એક ગે સમર્થક, બીજાએ કરાવ્યું છે જાતિ પરિવર્તન

અમેરિકાના કોલોરાડોમાં સ્કૂલમાં ઘૂસીને બે હુમલાખોરોએ ફાયરિંગ કરીને એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધો છે અને 7 વિદ્યાર્થીઓને ઘાયલ કર્યા છે. આ કૃત્ય કરનાર બંને સ્કૂલના જ વિદ્યાર્થીઓ છે. એકની ઓળખ ડેવન એરિક્સન તરીકે થઇ છે. ડેવન ગે સમર્થક છે પરંતુ ખ્રિસ્તી ગેને તે નાપસંદ કરે છે.તે યૂટ્યૂબ પર ગિટારના વીડિયો પોસ્ટ કરતો હતો. એરિક્સન સામે ફેબ્રુઆરી, 2018માં સ્પીડ ડ્રાઇવિંગનો કેસ દાખલ થયેલો છે. તે સારો ગિટાર પ્લેયર પણ છે. ખાસ કરીને તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં ખ્રિસ્તીઓ પ્રત્યે અણગમો વધુ જોવા મળી રહ્યો છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કામની ટીકાઓ પણ કરી છે અને પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના વખાણ કરતો હતો. FB પોસ્ટમાં પણ લખ્યું છે કે જે પોતાના પાદરીની વાત નથી માનતા તેમનું મોત થવું જોઇએ. તે સ્કૂલમાં પણ ગિટારની સાથે જ ગન લઇને પહોંચ્યો હતો. બીજા આરોપીએ સ્ત્રીમાંથી પુરુષ બનવા જાતિ પરિવર્તન કરાવ્યું છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar