Sun,17 November 2024,12:10 am
Print
header

કોણ છે વીર દાસ.. જેની કવિતા વાયરલ થયા બાદ તેને રાષ્ટ્રવિરોધી કહેવાય છે ?

ભારતમાં દિવસ દરમિયાન મહિલાઓની પૂજા થાય છે, રાત્રે બળાત્કાર થાય છેઃ દાસ 

 

હોબાળો થતા વીર દાસેે માંગવી પડી માફી 

વોશિંગ્ટનઃ યુએસમાં સ્ટેન્ડઅપ કોમેડી દરમિયાન વીર દાસે 'ટુ ઈન્ડિયાઝ' નામની કવિતા સંભળાવી હતી. જેનો વીડિયો વાયરલ થયા બાદ તેને રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વીર દાસ સામે મુંબઈ અને દિલ્હીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દાસે આ કવિતામાં કહ્યું કે,"હું એવા ભારતમાંથી આવું છું જ્યાં દિવસ દરમિયાન મહિલાઓની પૂજા થાય છે અને રાત્રે બળાત્કાર થાય છે, અમે અમારી છત પર સૂઈએ છીએ અને રાત્રે તારાઓ ગણીએ છીએ. 

સોશિયલ મીડિયા યુઝર્સ તેને વિદેશ જઈને ભારતનું અપમાન કરવાનું કહી રહ્યાં છે.એક યુઝરે લખ્યું- મેં આવા ઘણા 'હિંદુ વિરોધી' ભારતીયોને પોતાના દેશને બદનામ કરીને પૈસા કમાતા જોયા છે. વીર દાસની આ કવિતા વાઈરલ થયા બાદ તેની સામે કેસ પોલીસ નોંધવામાં આવ્યાં છે. વીર સાથે કામ કરી ચૂકેલી કંગનાએ તેના કામને સોફ્ટ ટેરરિઝમ ગણાવ્યું છે.

વીર દાસના સ્ટેન્ડઅપ કોમેડી શો સમગ્ર વિશ્વમાં ખૂબ લોકપ્રિય છે. તે કોમેડિયનની સાથે એક્ટર પણ છે. તેણે 'ગો ગોવા ગોન', 'બદમાશ કંપની', કંગના રનૌત સાથે રિવોલ્વર રાની, ડેલી બેલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.વીર દાસનો જન્મ 31 મે 1979ના રોજ દેહરાદૂનમાં થયો હતો. 42 વર્ષીય વીર દાસે 2014માં શિવાની માથુર સાથે લગ્ન કર્યા હતા.તે નેટફ્લિક્સના કોમેડી સ્પેશિયલ, અબ્રોડ અન્ડરસ્ટેન્ડિંગમાં સાઈન થનાર પ્રથમ ભારતીય છે. વીર દાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો લોકપ્રિય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch