Thu,14 November 2024,12:14 pm
Print
header

અમેરિકામાં રહેતા બે ગુજરાતીઓના નામ ખુલ્યાં, Us જવા નીકળેલા 9 ગુજરાતીઓને શોધી રહી છે પોલીસ

ગૃહ વિભાગે કાર્યવાહી હાથ ધરી

અમેરિકા રહેતા વધુ બે એજન્ટોના નામ આવ્યાં સામે

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવા જતા સંપર્ક વિહોણા બનેલા 9 ગુજરાતીઓની શોધખોળ

ઝડપાયેલા બે આરોપીઓની પૂછપરછમાં નવા ખુલાસા

સાબરકાંઠાઃ પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનો યુવક અમેરિકા જવા નીકળ્યો હતો અને પાંચ મહિનાથી સંપર્ક નહીં થતા યુવકની પત્નીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવ્યાં બાદ પોલીસે બે એજન્ટોને ઝડપી લીધા હતા. જેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. દરમિયાન વધુ બે અમેરિકાના એજન્ટોના નામ સામે આવ્યાં છે. જેને લઈને પોલીસે તેમના સામે કાર્યવાહી તેજ કરી દીધી છે.

પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનો યુવક ભરત રબારી 8 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકા જવા નીકળ્યો હતો. ત્યારે તેની સાથે બીજા 8 ગુજરાતીઓ પણ અલગ અલગ જિલ્લાના હતા. તેઓ પણ એજન્ટો મારફતે જતા હતા. જે તમામ એકબીજા સાથે એજન્ટો મારફતે મળ્યાં હતા. ભરત રબારી સહિત 9 ગુજરાતીઓનો સંપર્ક થતો નથી. ભરત રબારીનો પાંચ મહિનાથી પરિવાર સાથે સંપર્ક નહીં થવાને લઈને ભરત રબારીના પત્ની ચેતનાબેને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બે એજન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા જિલ્લાના મગુના તાલુકાના ઉમિયાનગર સોસાયટીમાં રહેતા હાલ બી/201, બાલા હાઈટ ફ્લેટ, સ્વામીનારાયણ મંદિર પાછળ, નાગલપુર રહેતા દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ અને બીજો એજન્ટ મહેસાણાના જોટાણા તાલુકાના મહાકાલી મંદિર પાસે આવેલ ધનાલી પટેલ વાસમાં રહેતા ચતુરભાઈ જયરામભાઇ પટેલને કડીના ધારીસણાથી ઝડપી લેવાયો હતો. બંને આરોપીઓને શનિવારે બપોરે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. કોર્ટે બંને આરોપીઓને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. પોલીસે બંને આરોપી એજન્ટને સબજેલમાં મૂકી આવ્યાં હતા. પ્રાંતિજ પોલીસે ફરાર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચાનો રહેવાસી અને હાલ અમદાવાદના ન્યુ રાણીપમાં બી/5,301 આર્યવિલા એપાર્ટમેન્ટમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે એમ.ડી બળદેવભાઈ પટેલ એજન્ટની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં વધુ બે અમેરિકામાં રહેતા એજન્ટોના નામ બહાર આવ્યાં છે. જેમાં મૂળ ગાંધીનગર જિલ્લાના નારદીપુરનો ધવલ પટેલ અને મૂળ આણંદ જિલ્લાના પેટલાદનો વિજય પટેલ હોવાનું બહાર આવ્યું છે. આ બંને ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને હાલ અમેરિકામાં રહે છે. ધવલ પટેલે ગાંધીનગરના નારદીપુરના અંકિત કાન્તીભાઈ પટેલ, સરઢવની અવનીબેન જીતેન્દ્રકુમાર પટેલ,  નારદીપુરના ધ્રુવરાજસિંહ બળવંતસિંહ વાઘેલા અને નડિયાદ-ખેડાના ઉત્તરસંડાના પ્રતિકભાઈ હેમંતભાઈ પટેલ સહિતના ચાર વ્યક્તિઓને અમેરિકા મોકલાવાના એજન્ટ તરીકે ભૂમિકા હતી. વિજય પટેલ તમામને રીસીવ કરવાની જવાબદારીની ભૂમિકામાં હતો.જેને લઈને પ્રાંતિજ પોલીસે આ બંને અમેરિકામાં રહેતા એજન્ટો સામે લુક આઉટ નોટીસ કાઢવા માટેની કાર્યવાહી તેજ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch