Sat,16 November 2024,8:14 am
Print
header

ઘૂસણખોરી રોકવા પ્રયાસ, અમેરિકા-કેનેડાની સિક્યુરિટી એજન્સીના ગાંધીનગરમાં ધામા- Gujarat Post

(file photo)

અમદાવાદઃ ઘણા ગુજરાતીઓ અમેરિકા, કેનેડા જવા વિઝા ન મળતાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતાં હોય છે.જેમાં કેટલાક સફળ થાય છે અને અમુકના કમનસીબે મોત પણ થાય છે.તાજેતરમાં ગાંધીનગરના ડીંગુચાના ચાર વ્યક્તિના મૃતદેહ થીજી ગયેલી હાલતમાં મળ્યાં હતા.જેમાં તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતાં હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતમાંથી કેનેડા, અમેરિકામાં ઘૂસણખોરીને લઈને બંને દેશોની સિક્યુરિટી એજન્સીના અધિકારીઓ, અમેરિકા અને કેનેડાના કોન્સ્યૂલટ જનરલ ગાંધીનગર આવ્યાં છે. સૂત્રોના કહેવા મુજબ ફેડરલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો સહિત 6 અધિકારીઓ ગુજરાત પોલીસના અધિકારીઓને મળ્યાં છે. 

ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, સ્થાનિક પોલીસના ઈન્વેસ્ટિગેશન બાદ અધિકારીઓ એરલાઇન્સના અઘિકારીઓને મળશે અને શંકાસ્પદ વ્યક્તિઓની જાણ કરવા સૂચના આપશે.અમેરિકા અને કેનેડાના અધિકારીઓ ઘૂસણખોરીને રોકવા મલ્ટી લેયર્સ સિક્યુરિટી ચેકિંગની પણ માંગ કરશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch