Sat,16 November 2024,6:11 am
Print
header

પ્રયાગરાજમાં 5 લોકોની હત્યા, પત્ની અને ત્રણ પુત્રીઓનું ગળું કાપ્યું, પતિની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી- Gujarat Post

ઉત્તર પ્રદેશઃ પ્રયાગરાજમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, એક જ પરિવારના પાંચ લોકોની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. આ બનાવ ખગલપુર ગામનો છે. મૃતકોમાં પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે 42 વર્ષીય મૃતક રાહુલ તિવારી તેની 38 વર્ષીય પત્ની પ્રીતિ અને ત્રણ પુત્રીઓ માહી, પીહુ અને પોહુ સાથે ખગલપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ પરિવાર મૂળ કૌશામ્બીનો હતો. પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ બેડ પર પડેલા મળી આવ્યાં હતા. તેમનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.બાથરૂમમાં પતિની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. સીએમ યોગી આદિત્યનાથે આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે.તેમણે પોલીસ અધિકારીઓને નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. 

બે દિવસ પહેલા ઓડિશામાં એક વ્યક્તિએ તેના મોટા ભાઈ અને તેના આખા પરિવારની તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. 5 લોકોની હત્યા કર્યાં બાદ આરોપીએ વીડિયો મેસેજ દ્વારા પોતાનો ગુનો કબૂલી લીધો અને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. 42 વર્ષીય આરોપી શિવ પ્રસાદ સાહુની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યાનું કારણ જમીન વિવાદ હોવાનું જણાવ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch