Sat,16 November 2024,3:58 am
Print
header

યમુના એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, એક જ પરિવારના 7 લોકોના મોત- Gujarat Post

ઉત્તર પ્રદેશઃ મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માતમાં 7 લોકોનાં મોત થઇ ગયા છે, બે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મારૂતિની વેગન-આર કાર અને અન્ય વાહન વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. વાહન ચાલક ટક્કર માર્યાં બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. મૃતકોમાં વૃદ્ધ દંપતી, તેમનાં બે દીકરા-વહુઓ અને 6 વર્ષના પૌત્રનો સમાવેશ થાય છે. વૃદ્ધ દંપતીનો એક દીકરો અને 3 વર્ષના પૌત્રની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કારમાં પરિવારના 9 લોકો સવાર હતા.

વેગન- આરમાં સવાર પરિવાર આગ્રાથી નોઈડા જઈ રહ્યો હતો. ત્યારે જ પોલીસ સ્ટેશન નોહઝીલ વિસ્તારમાં માઈલ સ્ટોન 68 પર આ અકસ્માત થયો હતો.  અકસ્માતની માહિતી મળતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસકર્મીએ જણાવ્યું કે આ કાર UP-16 DB 9872 નંબરની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે, ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. PMOએ લખ્યું, "ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલો માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યાં છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂં છું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch