Fri,15 November 2024,8:11 am
Print
header

ધન્યવાદ યોગીજી, અસદના એન્કાઉન્ટર પર ઉમેશપાલના પત્ની જયાએ સરકારનો માન્યો આભાર

ઉત્તર પ્રદેશઃ ઉમેશ પાલ હત્યા કેસમાં યુપી પોલીસને મોટી સફળતા મળી છે. 49 દિવસથી ફરાર અતિક અહેમદના પુત્ર અસદનું ઝાંસીમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. અતિકના ગુંડા મોહમ્મદ ગુલામને પણ ઠાર કરવામાં આવ્યો છે. પતિના હત્યારાઓના એન્કાઉન્ટરના સમાચાર મળતા જ ઉમેશપાલની પત્ની જયાપાલની પ્રતિક્રિયા સામે આવી હતી.  

જયાએ હાથ જોડીને કહ્યું, મુખ્યમંત્રી અમારા પિતા સમાન છે. તેમણે જે કર્યું છે તે સારું છે, એક દીકરીના પતિના હત્યારાઓને સજા થઈ છે, ન્યાય થઈ રહ્યો છે, પોલીસકર્મીઓએ પણ સારું કામ કર્યું છે. બધુ જ મુખ્યમંત્રી પર છોડી દેવામાં આવ્યું છે. પ્રશાસન ન્યાય આપી રહ્યું છે. જે થઈ રહ્યું છે તે સારું છે. ઈશ્વરે જે કર્યું છે તે સારું કર્યું છે.

ઉમેશ પાલની માતા શાંતિ દેવીએ કહ્યું, "આજે પોલીસે જે કર્યું છે, તે સરકારે કરવાનું ચાલુ રાખવું જોઈએ, મારા પુત્રની આત્માને શાંતિ મળશે." 

24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા બાદથી પોલીસ શૂટર્સની પાછળ પડી રહી છે. અસદે આ સમયગાળા દરમિયાન ઘણા સ્થળો બદલ્યાં હતા. પોલીસને દિલ્હીમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. તાજેતરમાં પ્રયાગરાજ પોલીસ અને યુપી એસટીએફે ઝાંસીથી શૂટરોના બે મદદગારોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે અસદ અને મોહમ્મદ ગુલામને ઝાંસીના અતિક અહેમદના એક જૂના સાથીએ આશરો આપ્યો છે. આ પછી, યુપી એસટીએફએ ઝાંસી નજીક તેની સર્વેલન્સ ટીમને સક્રિય કરી હતી.

પોલીસ બંનેની શોધમાં ઝાંસી પહોંચી હતી અને ઝાંસી-કાનપુર હાઇવે પર બડાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત પરીછા ડેમ પર બંને છુપાયા હોવાની માહિતી મળી હતી.પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે અસદ અને ગુલામ મોટર સાયકલ પર નીકળતા જોવા મળ્યાં હતા. ત્યારે પોલીસ અને યુપી એસટીએફની ટીમે બંનેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અસદ અને મોહમ્મદ ગુલામે પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બંને તરફથી લગભગ 40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની ગોળીઓથી અસદ અને ગુલામનું મોત થયું હતું. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch