Sat,21 September 2024,3:18 am
Print
header

સનાતન ધર્મ વિવાદ: ઉધયનિધિનું માથું લાવનારને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની અયોધ્યાના સંતે કરી જાહેરાત

ઉત્તર પ્રદેશઃ અયોધ્યામાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અયોધ્યાના સંન્યાસી શિબિરના મુખ્ય પૂજારી સંત જગતગુરુ પરમહંસ આચાર્યએ સનાતન ધર્મ પર તેમની ટિપ્પણીને લઈને ઉધયનિધિના પૂતળાનું દહન કર્યું હતું. આ દરમિયાન તેનું પ્રતિકાત્મક રીતે માથું કાપી નાખવામાં આવ્યું હતું. પરમહંસ આચાર્યએ કહ્યું કે જે કોઈ ઉધયનિધિનું માથું લાવશે તેને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

સનાતન ધર્મની ન તો શરૂઆત છે કે ન તો અંત

પરમહંસ આચાર્યએ કહ્યું જે કોઈ સ્ટાલિનનું માથું મારી પાસે લાવશે તેને હું 10 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપીશ. જો કોઈ સ્ટાલિનને મારવાની હિંમત નહીં કરે તો હું પોતે જ દુનિયાના કોઈપણ ખૂણેથી તેને શોધીને મારી નાખીશ.આચાર્યએ ભૂતકાળમાં સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું રામચરિતમાનસ પર ટિપ્પણી કરવા બદલ અને અભિનેતા શાહરૂખ ખાનને ફિલ્મ 'પઠાણ'માં ભગવા પોષાકને ફ્લોન્ટ કરવા બદલ જીવતા સળગાવવા બદલ રોકડ ઈનામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, સનાતન ધર્મની ન તો શરૂઆત છે કે ન તો અંત. તે ક્યારેય નાશ પામ્યો નથી અને ક્યારેય નાશ પામી શકતો નથી.

શું હતું ઉધયનિધિ સ્ટાલિનનું નિવેદન ?

તમિલનાડુના યુવા કલ્યાણ મંત્રી ઉધયનિધિ સ્ટાલિને શનિવારે એવી ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો હતો કે 'સનાતન ધર્મ' સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે અને તેને નાબૂદ કરવાની જરૂર છે.તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ સનાતન ધર્મની તુલના કોરોના વાયરસ, મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરી હતી. કહ્યું હતું કે આવી વસ્તુઓનો વિરોધ ન કરવો જોઈએ પરંતું તેને નાબૂદ કરવી જોઈએ.તેમના આ નિવેદનનો હવે વિરોધ થઇ રહ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch