Sun,17 November 2024,2:53 am
Print
header

ઉત્તરાખંડઃ બોલેરો ઊંડી ખીણમાં પડતા 13 લોકોના મોત, ડુંગરની આસપાસ મૃતદેહો વિખરાયેલા જોવા મળ્યાં

ઉત્તરાખંડઃ દેહરાદૂન નજીક મોટો અકસ્માત થયો હતો. ચકરાતા ખાતે એક બોલેરો 400 મીટર ઊંડી ખીણમાં પડતા 13 લોકોનાં દર્દનાક મોત થઇ ગયા છે. બે લોકો ઘાયલ થયા છે. બાયલા-પિંગુવા રોડ પર ગાડી પેરાફિટને તોડીને ખાડામાં પડી હતી. જે બાદ સ્થાનિક લોકોએ ખીણમાં ઉતરીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. SDRF, પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કરાયું હતુ 

અકસ્માતનું દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા, મૃતદેહો આખા ટેકરી પર વિખરાયેલા હતા. ઘાયલ થયેલા લોકો વિલાપ કરી રહ્યાં હતા. ઘાયલોની હાલત અને મૃતદેહો જોઈને બચાવ કાર્યમાં લાગેલા લોકો અચંબામાં પડી ગયા હતા. આ દુર્ઘટના દેહરાદૂનના ચકરાતા વિસ્તાર તુની રોડ પર સવારે બની હતી, ભાયલા ગામથી વિકાસનગર તરફ જતું વાહન ભાયલા-પીંગુવા રોડ પર ઉંડી ખાડીમાં ખાબક્યું હતું. ઘટનાની માહિતી મળતા જ બાયલા, બુલહાડ, આસોઈ, બેગી અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch