Sat,21 September 2024,8:11 am
Print
header

ચમોલીમાં મોટી દુર્ઘટના, નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે વીજ કરંટને કારણે 10 લોકોનાં મોત

ઉત્તરાખંડઃ ચમોલીમાં એક મોટો અકસ્માત થયો હતો.ચમોલી માર્કેટ પાસે નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે અચાનક વીજ કરંટ ફેલાયો હતો. ઘટના સ્થળ પર 24 લોકો હાજર હતા, જેમાંથી લગભગ 10 લોકોનાં મોત થયા છે. સાથે જ ઘણા લોકો દાઝી ગયા છે. દાઝી ગયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમની મેડિકલ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

ચમોલીના એનર્જી કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત સક્સેનાએ જણાવ્યું કે રાત્રે ત્રીજા તબક્કાની વીજળી ડાઉન થઈ ગઈ હતી. ત્રીજો તબક્કો બુધવારે સવારે જોડાયો હતો, ત્યાર બાદ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં કરંટ લાગ્યો હતો. ઉર્જા નિગમ દ્વારા ટ્રાન્સફોર્મરથી મીટર સુધીના એલટી અને એસટી વાયરો ક્યાંય તૂટેલા નથી.

આ રીતે થયો અકસ્માત

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે રાત્રે અહીં રોકાયેલા કેરટેકરનો ફોન સવારમાં ન લાગતા સંબંધીઓ સ્થળ પર આવીને શોધખોળ કરી હતી. ત્યારે વીજ કરંટ લાગવાથી કેરટેકરનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. માહિતી મળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે ઘણા ગામ લોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે તે અહીં પહોંચ્યાં ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી.દરમિયાન ત્યાં ફરી કરંટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો તેની ઝપટમાં આવી ગયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch