Sat,16 November 2024,3:53 am
Print
header

દેહરાદૂન-હરિદ્વાર સહિત 6 સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી, રૂડકી સ્ટેશન માસ્ટરને મળ્યો પત્ર- Gujarat Post

ઉત્તરાખંડઃ રૂડકી રેલ્વે સ્ટેશન માસ્ટરને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેમાં લક્સર, નજીબાબાદ, દેહરાદૂન, રૂડકી, ઋષિકેશ અને હરિદ્વાર રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો પત્ર મોકલનાર વ્યક્તિએ પોતાને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર સલીમ અંસારી ગણાવ્યો છે આ પત્રના સમાચાર મળતા જ દહેરાદૂનથી હરિદ્વાર સુધી સતર્કતા વધારી દેવામાં આવી છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રૂડકી રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને શનિવારે સાંજે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જે ખૂબ જ તૂટેલી હિન્દીમાં લખાયેલો છે. જેમાં ઉત્તરાખંડના 6 રેલવે સ્ટેશનોની સાથે હરિદ્વારમાં મનશા દેવી, ચંડીદેવી અને અન્ય ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને નિશાન બનાવવાની પણ ધમકી આપવામાં આવી છે. ઉત્તરાખંડના રેલ્વે સ્ટેશનો સહિત અગ્રણી સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. નોંધનિય છે કે એપ્રિલ 2019માં રૂડકી રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટને આવો જ ધમકીભર્યો પત્ર મળ્યો હતો. એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ પત્ર માત્ર અફવાઓ ફેલાવીને ડરાવવા માટે છે કે કોઇ મોટું ષડયંત્ર છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch