Sat,21 September 2024,5:56 am
Print
header

અયોધ્યાથી શ્રી રામ મંદિરની નવી તસવીરો આવી સામે, આટલું બાંધકામ થયું છે પૂર્ણ

ઉત્તરપ્રદેશઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન નિર્માણાધીન મંદિરની બે નવી તસવીરો સામે આવી છે. આ તસવીરો યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર બાદ હવે પહેલો માળ પણ આકાર લઈ રહ્યો છે. પહેલા માળે થાંભલા ઉભા કરવામાં આવ્યાં છે. ડ્રોનથી લેવાયેલી આ તસવીરો જોઈને લાગે છે કે થાંભલાઓની ઊંચાઈ લગભગ 10 ફૂટથી વધારે હશે.

ભવ્ય મંદિરમાં પ્રાણ અભિષેક થશે

વર્ષ 2024ના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિનો અભિષેક થવાનો છે. પ્રાણ પ્રતિષ્ઠાના સમય સુધીમાં શ્રી રામ મંદિરના પહેલા માળે છત નાખવામાં આવી હશે. બીજી તરફ શ્રી રામ મંદિરની સામેની બીજી તસવીરમાં ચારેબાજુ એક કોરિડોર દેખાય છે.

શ્રીરામ મંદિરમાં સુંદર કોતરણી

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનો ભોંયતળિયું લગભગ 170 સ્તંભો પર ટકેલો છે. આ સ્તંભોમાં સુંદર કોતરણી કરવામાં આવી છે.આ સ્તંભોને જોઈને દેવી-દેવતાઓના દર્શન થાય છે. કોતરણીનું કામ ખૂબ સરસ છે. તેમાં કારીગરોની મહેનત સ્પષ્ટ દેખાય છે. મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરની છત અને દિવાલો પર કોતરણીનું કામ અદ્રભૂત છે.

ભગવાન શ્રીરામ ગર્ભગૃહમાં ક્યારે બિરાજશે ?

શ્રીરામ મંદિરમાં ગર્ભગૃહની છત અને દિવાલો સફેદ આરસની બનેલી છે. તેની સુંદર કોતરણી તમને મંત્રમુગ્ધ કરશે. ભગવાન શ્રીરામ આ સ્થાન પર વર્ષ 1949માં પ્રગટ થયા હતા. હાલમાં રામલલ્લા અસ્થાયી મંદિરમાં બિરાજમાન છે. જાન્યુઆરી 2024માં ભગવાન શ્રીરામ ગર્ભગૃહમાં બિરાજશે. શ્રીરામ મંદિરનું ગર્ભગૃહ સફેદ આરસપહાણથી બનેલા 6 સ્તંભો પર ટકે છે. બાકીના બાહ્ય સ્તંભો ગુલાબી રેતીના પથ્થરના છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch