Sat,16 November 2024,9:00 pm
Print
header

દેશમાં બાળકો માટે ક્યારે આવશે વેક્સિન, સીરમના CEO અદાર પૂનાવાલાએ આપ્યું આ નિવેદન- Gujarat Post

નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કહ્યું છે કે આગામી 6 મહિનામાં બાળકો માટે કોરોના વાયરસ વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. અદાર પૂનાવાલાએ કહ્યું કે વેક્સિન જે બાળકો માટે તૈયાર કરવામાં આવશે, તે અમેરિકાની બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સની કોવિડ 19 વેક્સિન છે.કોવોવેક્સ નામથી તેમની કંપની દ્વારા સ્થાનિક સ્તરે તેનું  ઉત્પાદન કરવામાં આવશે. અદાર પૂનાવાલાએ કહ્યું કે અમે બાળકોમાં ગંભીર બિમારી જોઈ નથી. હાલમાં બાળકોને લઈ ગભરાવવાની જરૂર નથી. અમે 6 મહિનામાં તેમના માટે એક વેક્સિન લોન્ચ કરીશું. આશા છે કે આ વેક્સિન 3 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે પણ હોય. પૂનાવાલા દિલ્હીમાં એક ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યાં હતા

તેમણે  કહ્યું કે અમારી કોવોવેક્સ રસીની ટ્રાયલ ચાલી રહી છે. આ રસીએ ત્રણ વર્ષની વય જૂથ સુધી તમામ બાબતોમાં ઉત્તમ ડેટા દર્શાવ્યો છે. આવનારા 6 મહિનામાં વેક્સિનને લોન્ચ કરવામાં આવશે.અમે તમને જણાવી દઈએ કે દુનિયાના ઘણા દેશોમાં બાળકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના યોગ્ય લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે.ભારતમાં વેક્સિનેશનની શરૂઆત ઘણા ચરણો હેઠળ શરૂ કરવામાં આવી હતી. વેક્સિનેશનના પ્રથમ ચરણની શરૂઆત 16 જાન્યુઆરીએ થઈ હતી. જેની હેઠળ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લગાવવામાં આવી હતી, બાદમાં અન્ય લોકોને રસી આપવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch