Sat,16 November 2024,10:22 am
Print
header

વડોદરાઃ MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સુરતની વિદ્યાર્થિનીને સિટી બસે મારી ટક્કર, કમકમાટી ભર્યું મોત- Gujarat Post

વડોદરાઃ શહેરના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત થયું છે. આ ઘટના CCTV ફૂટેજમાં કેદ થઇ છે. મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. શિવાનીના મોતના સમાચાર પરિવારજનોને થતાં તેમના પર આભ તૂટી પડ્યું હતું.

સુરતના અમરોલી ખાતે શિવનગરમાં રહેતી 24 વર્ષીય શિવાની રણજિતસિંહ સોલંકી એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી હતી.એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. શિવાની સિટી બસ ડેપોમાંથી બહાર નીકળી રહી હતી, ત્યાં પાછળથી આવેલી બસની અડફેટે ચઢી ગઈ હતી, જેમાં શિવાનીને ગંભીર રીતે ઇજા થતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. લોકોએ સિટી બસચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સિટી બસના ચાલક જયેશ સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ છે. 

મૃતક શિવાનીના પિતા સુરતમાં હીરાની કંપનીમાં કામ કરે છે, દીકરી શિવાનીને અભ્યાસ માટે વડોદરા મોકલી હતી. શિવાની ચાર દિવસ પહેલાં સુરત પરિવારને મળવા માટે ગઇ હતી. મહિલા સિક્યોરિટી ગાર્ડના જણાવ્યાં અનુસાર વિદ્યાર્થિનીની પાછળ જઇ બસને જોઇને મે યુવતીને બુમો પાડી હતી. યુવતી મોબાઇલમાં વ્યસ્ત હતી. જેથી તેને મારી બૂમો સાંભળી નહીં અને આ અકસ્માત થયો હતો, ત્યારે અમે પણ તમને અપીલ કરીએ છીએ કે કોઇ રસ્તા પર ચાલતી વખતે મોબાઇલનો ઉપયોગ ટાળવો જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch