Mon,18 November 2024,3:30 am
Print
header

હે રામ...ગુજરાતની ગંભીર સ્થિતી દર્શાવે છે આ દ્રશ્ય, વડોદરામાં વૃદ્ધાનો મૃતદેહ હાથલારીમાં સ્મશાન સુધી લઇ જવો પડ્યો

વડોદરાઃ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડાઓ જોવા જઇએ તો કોરોનાના નવા કેસ 3500ની આસપાસ આવ્યાં છે જો કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની સ્થિત સરકારી આંકડાઓ કરતા કંઇ અલગ છે આજે 22 લોકોના રાજ્યભરમાં મોત દર્શાવાયા છે પરંતુ મોતનો આંકડો પણ વધુ હોય શકે છે આ બધાની વચ્ચે વડોદરામાં એક વૃદ્ધાનું કુદરતી રીતે મોત થઇ ગયું હતુ અને તેમનો મૃતદેહ સ્મશાન લઇ જવા માટે શબવાહિની કે એમ્બ્યુલન્સ ન મળી જેથી લારી પર જ તેમના પરિવારજનો મૃતદેહ લઇને સ્માશાન પહોંચ્યાં હતા.

રોડ પર આવા દ્રશ્યો જોનારા લોકો પણ હચમચી ગયા હતા કોઇ વ્યક્તિના મોત પછી પણ તેના પરિવારજનો હેરાન થઇ રહ્યાં છે એક હાથલારીમાં મૃતદેહ લઇને જવું પડી રહ્યું છે.
નાગરવાડા શાક માર્કેટ પાસે રહેતા 65 વર્ષીય વૃદ્ધાનું કુદરતી અવસાન થયું હતું પરંતુ તેમને શબવાહિની કે એમ્બ્યુલન્સ ન મળી કારણ કે આ બધી સેવાઓ કોરોનાના દર્દીઓમાં વ્યસ્ત હતી તેના પરથી જ ખબર પડે છે કે વડોદરામાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે, અને મોતનો આંકડો પણ વધારે છે. પરિવારજનોએ શબવાહિની માટે સંપર્ક કર્યો હતો તેમ છંતા તેમને આ સેવા મળી ન હતી. જેથી નાગરવાડાથી દોઢ કિલોમીટર દૂર આવેલા ખાસવાડી સ્મશાનમાં લારીમાં મૃતદેહને લઇ જવો પડ્યો હતો. ત્યારે સરકારી સંશાધનો પણ ખૂટી પડતા તંત્રની કામગીરી સામ સવાલ ઉભા થયા છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch