Sun,17 November 2024,2:14 pm
Print
header

વડોદરાઃ તબીબોની હડતાળને લીધે રાહુલને યોગ્ય સારવાર ન મળતા મોત ! બહેનનું આક્રંદ હવે હું કોને રાખડી બાંધીશ

માતાના મોત બાદ રાહુલ એકલો જ આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો

વડોદરાઃ રાજ્યભરમાં રેસીડન્ટ તબીબોની હડતાળને લીધે રાહુલને સમયસર સારવાર ન મળતા મોત થયું હોવાના પરિવારે આક્ષેપો કર્યાં છે, વડોદરામાં નવાયાર્ડમાં રહેતા રાહુલ જાદવ (ઉ.વ 19) અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, પરિવારે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં હતા, પણ તબીબો હડતાળ પર હોવાથી રાહુલને યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું હતું,રાહુલની બહેને રક્ષાબંધન પહેલા એકનો એક ભાઈ ગુમાવ્યો છે.

વડોદરાના નવાયાર્ડમાં આવેલા રમણીક ચાલમાં રહેતા યુવાન રાહુલ જાદવ અને તેનો મિત્ર દિવ્યાંગ પરમાર રાત્રે બાઈક લઇને દવા લેવા ગયા હતા. ફતેગંજ હિલ મેમોરિયલ સ્કૂલ પાસે રાહુલે બાઈકના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ થઈને ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઇ હતી. રાહુલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેના મિત્ર દિવ્યાંગ પરમારને સામાન્ય ઈજા પહોંચી હતી.

રાહુલનો અકસ્માત થતાં તેના પરિવારના સભ્યો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા, પણ કોઇ ડોક્ટર તેની સારવાર કરવા માટે તૈયાર ન હતા. ત્યાર બાદ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, રાહુલ જાદવની તબીબોએ 8 કલાક સુધી સારવાર ન કરી. ત્યાં તબીબો પણ હાજર ન હતા. જેથી તેને યોગ્ય સારવાર મળી ન હતી, જેથી તેને વડોદરા લઇ આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

મૃતક રાહુલનો પિતરાઈ ભાઈ વિશાલ પરમાર કહે છે કે તબીબો હડતાળ પર હોવાથી રાહુલને સમયસર સારવાર ના આપી જેથી તેનું મોત નિપજ્યું હતું. રાહુલ પરિવારમાં એકનો એક દીકરો હતો, તેની માતા પણ નથી. રાહુલ એકલો જ આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો.ત્યારે તેના મોતથી હડતાળ પર ગયેલા ડોક્ટરો સામે પરિવારમાં રોષ વ્યાપી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch