Mon,18 November 2024,7:48 am
Print
header

સોની પરિવારના 3 સભ્યોની નીકળી અંતિમયાત્રા, મામાએ કહ્યું અમારા ફૂલ જેવા બાળકનો શું હતો વાંક

વડોદરાઃ સમા વિસ્તારમાં સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં મોતને ભેટેલા 3 સભ્યોની અંતિમયાત્રા સયાજી હોસ્પિટલમાંથી એક સાથે નીકળી હતી. અંતિમયાત્રામાં સ્વાતિ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા 4 વર્ષના બાળકને હાથમાં લઇને મામા, નાના-નાની, અને માસીએ હૈયાફાટ રુદન કર્યું હતું. કહ્યું હતું કે અમારા ફૂલ જેવા બાળકનો શું વાંક હતો.સ્મશાનમાં પિતા અને દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 4 વર્ષના પાર્થની દફનવિધિ કરવામાં આવી હતી. 

વડોદરાના વિસ્તારમાં સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં બુધવારે સોની પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સામૂહિક આપઘાતમાં મૃત્યુ પામેલા પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા અને પૌત્ર પાર્થનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેમની યાત્રા નીકળી હતી. આપઘાત કરવા પાછળ આર્થિક સ્થિતિ કારણભૂત છે. પરિવારનો ધંધો બંધ થઈ જતા બાળકો સાથે 6 સભ્યોના પરિવારે ઝેરી દવા પી લીધી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch