Sun,17 November 2024,6:57 am
Print
header

વડોદરા રેપ કેસઃ નરાધમ રાજુ ભટ્ટ રડી પડ્યો, દુષ્કર્મને લઈને કરી મોટી કબૂલાત

વડોદરાઃ હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટને ગઈકાલે રાત્રે ક્રાઈમ બ્રાંચ લવાયો હતો.પોલીસ પૂછપરછ દરમિયાન તે રડી પડ્યો હતો અને યુવતી પર એક નહીં પણ ચાર-ચાર વાર દુષ્કર્મ કર્યુ હોવાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં લવાયા બાદ આખી રાત તેણે પોલીસ લોક અપમાં ચિંતાતુર ચેહેરે રોતા રોતા વિતાવી હતી. તે કંઇ પણ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતો. વૈભવશાળી જીવન જીવતા રાજુ ભટ્ટને લગભગ મૌન બેઠેલો જોઈને પોલીસને પણ આશ્ચર્ય થયું હતું.

રાજુ ભટ્ટનો જૂનાગઢ પોલીસ પાસેથી કબ્જો મેળવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મંગળવારે બપોરે 3 વાગ્યે જૂનાગઢથી વડોદરા રવાના થઇ હતી, રાત્રે 10ઃ45 વાગે તેને ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં લવાયો હતો. પોલીસથી બચવા 8 દિવસ સુધી ભાગેલો રાજુ ભટ્ટ પોલીસને ચકમો આપવાની તૈયારીમાં હતો ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch