Mon,18 November 2024,11:17 am
Print
header

ચાર દાયકા સુધી લગ્નની રાહ જોઇને બેઠેલા આધેડને કન્યા તો મળી પરંતુ મીંઢળ છોડતા જ નવવધૂનું મૃત્યું !

વડોદરાઃ 63 વર્ષની આધેડ વયે પોતાના સમાજની કન્યા મળતા ખુશીથી ઝૂમી ઉઠેલા વરરાજાએ લગ્નમાં 5 ગામો જમાડીને વાજતે ગાજતે પ્રભૂતામાં પગલા પાડ્યા હતા, કન્યા લઇને પોતાના ઘરે આવેલા વરરાજાએ વિધિ કરાવી મીંઢળ છોડાવ્યું અને નવી નવેલી દુલ્હન લીલાને ચક્કર આવતા દવાખાને પહોંચે તે પહેલાં જ નવેલી દુલ્હનનું મોત થઇ ગયું. જેથી બન્ને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પીપરછટ ગામમાં કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ (ઉ.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડા રાખીને પોતાનો પરિવાર ચલાવે છે. છેલ્લા 4 દાયકાથી તેઓ પોતાના સમાજની કન્યા લાવવા માટે રાહ જોઇને બેઠા હતા, પોતે જીદ લઇ બેઠા હતા કે, જ્યાં સુધી પોતાના સમાજની કન્યા નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરે, તેઓ જીવનસાથીની શોઘમાં હતા અને ક્યાંય મેળ પડતો ન હતો. તેમની જિંદગીમાં પત્નીનું સુખ પ્રભુ લખવાનું ભૂલી ગયા હોય તેમ તેઓ માની રહ્યાં હતા. 

નજીકના વરસડા ગામના તેમના સબંધી રાજુભાઈ રબારીએ ખેડા જિલ્લાના ઠાસરા ગામની એક કન્યા લીલાબહેન રબારીને (ઉ.40) જોયા હતા. વિક્રમભાઈ રબારીના બહેન લીલાબેન કલાભાઈને પસંદ આવતા પરિવારની પરવાનગી બાદ લગ્નની તારીખ નક્કી કરાઇ હતી. વર્ષોથી કલાભાઈના સુના આંગણે ઢોલ વાગ્યા હતા. 23 જાન્યુઆરી શનિવારે બપોરે પિપરછટ ગામમાં ભોજન સમારંભ રખાયો હતો. તેમાં વાંટા, નારપૂરી, રામપુરી, જેસર, ગોપરી, અને પિપરછટના ગ્રામજનો ઉપરાંત સગા વ્હાલાઓને લગ્નનું આમંત્રણ આપી જમાડ્યા હતા.બીજા દિવસે માત્ર 50 જાનૈયાઓને લઈ વાજતે ગાજતે કલાભાઈની જાન ઠાસરામાં વિક્રમભાઈ રબારીની ત્યાં પહોંચી હતી.

રીતીરિવાજ મુજબ બંને લગ્નગ્રંથિથી જોડાયા હતા અને સાંજે 4 વાગે ઠાસરા નિવાસેથી લીલાબેન રબારીને પોતાના ભાઈએ ઘરેથી વિદાય આપી હતી. તેમના ભાઈને ક્યાં ખબર હતી કે, તેઓ પોતાની બહેનને અંતિમ વિદાય આપી રહ્યાં છે. ચાર દાયકાથી લગ્ન કર્યાં વિના ફરતા કલાભાઈ રબારી નવેલી દુલ્હન લઈ ઘરે આવતાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા ગામના મહારાજને બોલાવી વિધિ મુજબ મીંઢળ છોડવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

થોડા જ સમયમાં કલાભાઈની ધર્મપત્ની લીલાબેનને ચક્કર આવ્યાં, તબિયત વધુ ખરાબ થતાં કલાભાઈ ઉપરાંત પરિવારના સભ્યો લીલાબેનને કાલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં હતા, દવાખાને પહોંચ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં, તેમના ભાઈને જાણ કરાતા પોતાની બહેનના મૃતદેહને ઠાસરા ગામે લઇ જવાયો હત,ગળતેશ્વર મહીસાગર નદીમાં પરિવારની ઉપસ્થિતિમાં અગ્નિદાહ અપાયો હતો. ત્યારે તેમના મોતથી બે- બે પરિવારો આજે દુખી થઇ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch