વડોદરાઃ મહેંદી પેથાણીની સચિન દીક્ષિતે હત્યા કરી નાખ્યાનો કિસ્સો હજુ તાજો છે. ત્યાં વધુ એક પરિવારમાં માતા-પુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે.આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. મૃતક મહિલાના ભાઈએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. મૃતક મહિલાના ગળે ઈજાનું નિશાન જોવા મળ્યું છે. પોલીસે તેના પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સમા વિસ્તારના કેનાલ પાસેની ચંદનવાડી સોસાયટીમાં રહેતા શોભનાબહેન (ઉ.વ 36) અને દીકરી કાવ્યા (ઉ.વ 6) રાત્રે ગરબા રમીને આવ્યાં બાદ સુઇ ગયા હતાં. બંનેની તબિયત બગડતા પતિ તેમને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યાં હતા. આ મામલે સમા પોલીસ તપાસ કરી રહી છે. મહિલા અને દીકરીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં પછી આ કેસની માહિતી સામે આવશે.
વર્ષ 2013 માં તેજસ અને શોભનાના લગ્ન થયા હતાં તેમજ તે ઘર જમાઈ તરીકે રહેતો હતો,ખાનગી મોલમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08