Thu,21 November 2024,5:46 pm
Print
header

પાર્ટી વિરુદ્ધ બોલનારાઓ પર તવાઇ....ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડો.જ્યોતિબેન પંડ્યાં સસ્પેન્ડ

વડોદરાઃ લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપે તેમના એક કદાવર નેતા સામે મોટી કાર્યવાહી કરી છે. ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડો.જ્યોતિબેન પંડ્યાંને ભાજપમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચના બાદ તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપી છે. ડો.જ્યોતિબેન પંડ્યાંએ પણ ભાજપ પાસે ટિકિટની માંગણી કરી હતી. પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી ન હતી. જેથી તેમને કહ્યું હતુ કે જેને જનતા પસંદ નથી કરતી તેમને જ ભાજપ ટિકિટ આપે છે, તેમને પક્ષ વિરોધી નિવેદનો કરતા હટાવવામાં આવ્યાં છે.

સાથે જ ડો.જ્યોતિ પંડ્યાંએ ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉભા કર્યાં હતા,પૂછ્યું કે વારાણસીની જેમ ક્યાંરે અમારા વડોદરાનો વિકાસ થશે, તેમને એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા આદર્શ છે. હું 30 વર્ષથી ભાજપ સાથે છું, મેં આજે જ પાર્ટીને જાણ કરી હતી કે હું ભાજપ છોડવાની છું. કારણ કે પાર્ટીમાં સાચા લોકોની કદર નથી અને કાર્યકરો ડરી ગયેલા છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch