Sun,17 November 2024,6:57 am
Print
header

વડોદરા દુષ્કર્મ કેસ, ક્રાઈમ બ્રાંચે ફરાર આરોપી અશોક જૈનને પાલીતાણાથી દબોચી લીધો

નરાધમ અશોક જૈન પુજા કરવા જતો હતો ત્યારે ઝડપાઇ ગયો,અલ્પુ સિંધી પણ હરિયાણાથી ઝડપાઇ ગયો  

વડોદરાઃ હાઈ પ્રોફાઈલ બળાત્કાર કેસમાં ભાગેડું આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલીતાણાથી ધરપકડ કરી લીધી છે. અશોક ધોલેરામાં છુપાઈને બેઠો હતો. પછી તે પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં જઇને રહેતો હતો, પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટને પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન તે રડી પડ્યો હતો પીડિતા પર એક નહીં પણ ચાર-ચાર વાર દુષ્કર્મ કર્યું હોવાની કબૂલાત કરી હતી. રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પુરા થતાં પોલીસ તેને અદાલતમાં રજુ કરાયો હતો. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. બીજી તરફ પીડિતાને મદદ કરનાર અને આ કેસમાં જેની શંકાસ્પદ ભૂમિકા છે તેવો અલ્પુ સિંધી પણ હરિયાણાથી ઝડપાઇ ગયો છે.

નોંધનિય છે કે ધરાધમોએ વકીલાતનો અભ્યાસ કરતી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ કરીને તેને ઢોર માર માર્યો હતો અને અનેક વખતે તેને ધમકીઓ પણ આપી હતી, આ કેસમાં હવે બંને મુખ્ય આરોપીઓ ઝડપાઇ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch