એક યુવક અને યુવતીના ડૂબવાથી મોત થઇ ગયા
વડોદરાઃ શહેરની એસએસજી હોસ્પિટલ મેડિકલ કોલેજના 12 વિદ્યાર્થીઓ રસુલપુર ગામે ફરવા ગયા હતા જેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થઇ ગયા છે, સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા.વડોદરાનું ડોક્ટર વિદ્યાર્થીઓના ગ્રુપમાંથી એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ તેઓ નીકળ્યા હતા. સવારે સાવલીનાં રસુલપુર ખાતે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા. જ્યાં નદીમાં અચાનક વહેણ આવી જતા ત્યાં આ લોકો પાણીમાં ખેંચાયા હતા. તેમાંથી આ બે વિદ્યાર્થી ઉંડે સુધી પાણીનાં વહેણમાં ખેંચાયા હતા. જેને કારણે તેમનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
પાણીમાં દૂર સુધી ગયેલા વિદ્યાર્થીઓ અમોડ ગોયલ અને સિદ્ધિ શાહ ડૂબી ગયા હતા. અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક ગ્રામજનોને મદદ માટે બોલાવીને બંને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢયા હતા. સ્થાનિકોએ એક વિદ્યાર્થીનો જીવ બચાવી લીધો હતો. બંને ડૂબેલા યુવક યુવતીને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યાં હતા. આ બંને મૃતક વિદ્યાર્થીઓ સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા જેમના મોતથી તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22