Sat,16 November 2024,10:03 pm
Print
header

બુટલેગરોના નવા કિમીયા, આયુર્વેદિક સીરપના નામે દારૂ વેચતી કંપની ઝડપાઇ

વડોદરાઃ સાંકરદા ગામ નજીક દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સિરપ બનાવવાની આડમાં દારૂનું વેચાણ કરતી કંપનીનો પર્દાફાશ થયો છે, કંકાસાવ નામની આયુર્વેદીક દવાની બોટલમાં આલ્કોહોલ વેચાઇ રહ્યું હતુ, પોલીસે ફેકટરીમાંથી 30 લાખ રૂપિયાનો દારૂ તથા મશીનરી સહિત 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પીસીબીએ ત્રણ શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

બાતમીને આધારે પીસીબી દ્વારા દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતેના આ પ્લોટમાં દરોડા પાડયા હતા. નીતિન કોટવાણી સાંકરદામાં આયુર્વેદિક દવાના નામે દારૂ બનાવીને તેનું વેચાણ કરતો હતો, નીતિન કોટવાણી પહેલા પણ નકલી સેનિટાઇઝરના કેસમાં પણ ઝડપાયો હતો.એક માસ પહેલા જામીન પર છૂટયા બાદ તેણે દારૂ બનાવીને આયુર્વેદિક સિરપના નામે વેચવાનું શરુ કર્યું હતું. 

પોલીસે ફેક્ટરીમાં પ્રોડક્શન થતા પ્રવાહીના સેમ્પલ મેળવી એફએસએલનો પ્રાથમિક તપાસ કરતા આયુર્વેદિક સિરપ નહીં પરંતુ દારુ હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે ત્યાં હાજર ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેમણે કંપનીના માલિક નીતિન કોટવાણી તેમજ ભગત બિશ્નોઇ નામના શખ્સ હોવાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch