Sat,16 November 2024,7:52 am
Print
header

તૃષા હત્યા કેસઃ માતાનું હૈયાફાટ રૂદન, કહ્યું- દીકરીના હત્યારાને મને સોંપી દો, હું તેને.. Gujarat Post

(આક્રંદ કરતા તૃષાની માતા)

  • એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કહ્યું તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉ... કહીને ક્રૂરતાપૂર્વક પ્રહાર કર્યો હતો
  • સ્વ બચાવમાં યુવતીનો જમણો હાથ કપાઈ ગયો હતો
  • યુવતી પોલીસ અધિકારી બનવા  માંગતી હતી

વડોદરાઃ ગુજરાતમાં બહેન દીકરીઓ હવે સલામત નથી, એક બાદ એક આપણને વિચારવા મજબૂર કરે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં ગીષ્મા વેકરિયાની જાહેરમાં ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી તે ઘટના હજુ તાજી છે, ત્યાં વડોદરામાં આવી ઘટના બની છે. તૃષા સોલંકી નામની યુવતીની હત્યા કરી દેવામાં આવી છે.

એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તું સાગરને પ્રેમ કરે છે મને કેમ નથી કરતી ? તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉ તેમ કહીને ક્રૂરતાપૂર્વક પ્રહાર કર્યો હતો.જેના પ્રતિકારમાં યુવતીનો જમણો હાથ કોણીએથી કપાઈ ગયો હતો, અને તેનું મોત નિપજ્યું હતું યુવતીના મૃતદેહનું પોસ્ટમાર્ટમ થતું હતું ત્યારે તેની માતાએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.

માતાએ કહ્યું કે, મારી દીકરી મને દરેક ક્ષણના અપડેટ આપતી હતી. તે કોઈ સાથે માથાકૂટ કરતી ન હતી છતાં તેની સાથે આવું કેમ થયું. દીકરીના હત્યારાને મને સોંપી દો, હું તેના હાથ-પગ કાપીને સજા આપીશ. જ્યારે સુરતમાં ગ્રીષ્માની હત્યા કરાઈ ત્યારે મેં તેને સાવચેત રહેવાની સલાહ આપી હતી.તેણે મને કહ્યું હતું કે, મમ્મી મારી ચિંતા ન કરતાં. તે પોલીસમાં જોડાઈને ઉચ્ચ અધિકારી બની સમાજની રક્ષા કરવા માંગતી હતી. ત્યારે દિકરીઓ પર અત્યાચારની એક પછી એક ઘટનાઓ પરથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch