Sun,17 November 2024,7:01 pm
Print
header

BIG NEWS - ACB નું મોટું ઓપરેશન, CGST વડોદરાના 2 લાંચિયા અધિકારીઓ રૂ. 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા

વડોદરાઃ ગુજરાત એસીબીએ વધુ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. થોડા મહિના પહેલા જ અમદાવાદ સીજીએસટીના બે અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. હવે વડોદરામાં પણ સીજીએસટીના બે અધિકારીઓ અઢી લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. નિતીનકુમાર રામસીંગ ગૌતમ, અધિક્ષક, સીજીએસટી, વડોદરા-2, વર્ગ-2 અને શિવરાજ સત્યનારાયણ મીણા, ઈન્સ્પેકટર, સીજીએસટી, વડોદરા-2, વર્ગ-3 લાંચ લેતા ઝડપાઇ ગયા છે. આરોપીઓએ સીજીએસટી કચેરી વડોદરામાં જ લાંચની રકમ લીધી હતી.

ફરીયાદી હાલોલ તાલુકાના બાસ્કા ગામે જય કુબેર ફ્લોર એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ પ્રા.લી. નામની કંપની ધરાવે છે તેમાં પાણી, સોફ્ટ ડ્રીંક્સ અને નમકીનના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરે છે. જેમાં સીજીએસટીના આ લાંચિયા કર્મચારીઓએ 15 મે 2021 ના રોજ ફેક્ટરીમાં સર્ચ કરીને સમન્સ પાઠવ્યું હતુ. બાદમાં ટેક્સચોરીના નામે ફેક્ટરી બંધ કરાવી નાખવાની ધમકી આપી હતી જેમાં 10 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. તે સમયે ફરિયાદી પાસેથી 50 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યાં હતા બાદમાં વારંવાર બીજા રૂપિયાની માંગ કરાઇ રહી હતી, અંતે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને છંટકુ ગોઠવ્યું હતુ જેમાં શિવરાજ મીણા અઢી લાખ રૂપિયાની રકમ સાથે ઝડપાઇ ગયો છે તેને નીતિન ગૌતમ સાથે લાંચ લઇને મોબાઇલથી વાત કરી હતી ત્યારે જ એસીબીએ તેને ઝડપી લીધો હતો. છેલ્લા ઘણા સમયથી સીજીએસટીના અધિકારીઓએ ગુજરાતમાં આતંક મચાવ્યો છે વેપારીઓને દબાવીને કોઇને કોઇ રીતે તોડ કરવામાં આવી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch