Fri,15 November 2024,8:02 am
Print
header

ACB ટ્રેપમાં ફસાયા આ એન્જિનિયર, રૂ.2,00,000 એસીબીએ જપ્ત કર્યાં

વડોદરાઃ એસીબીએ વધુ એક સરકારી બાબુને સબક શિખવી દીધો છે, લોકોને વારંવાર હેરાન કરતા આવા બાબુઓ સામે એસીબીનું ઓપરેશન તેજ બની રહ્યું છે, હરિશ સરદારભાઈ ચૌધરી, અધિક મદદનીશ ઈજનેર, માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ, નસવાડી વર્ગ-3 ને રૂપિયા 2 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે, આરોપી મહેસાણાના સરદારપુર, ચીકણા ગામનો રહેવાસી છે.

ફરીયાદીએ નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેન(નાના પુલ) નું કામ પૂર્ણ કરેલું જેના બિલના 1 કરોડ 20 લાખ રૂપિયા મંજુર થયા હતા. જેમાં બિલના રુપિયા આપવા આરોપીએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે પૈકી 2 લાખ રુપિયા પહેલા પડાવી લીધેલા અને વારંવાર બીજા રૂપિયાની માંગણી કરાતી હતી.

ફરિયાદીએ કંટાળીને આ અધિકારી સામે એસીબીમાં ફરિયાદ કરતા લાંચના છટકાનું આયોજન કરાયું હતુ. જેમાં ઓફિસમાં જ આરોપીએ 2 લાખ રૂપિયા લીધા અને એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં તેને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી કરાઇ રહી છે.

ટ્રેપીંગ અધિકારી:   
ડી.ડી.વસાવા, પીઆઇ, નર્મદા એ.સી.બી. પો.સ્ટેશન, રાજપીપળા 

સુપરવિઝન અધિકારી:
પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક  
એ.સી.બી. વડોદરા એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch