Sun,08 September 2024,10:32 am
Print
header

વડોદરામાં PM મોદીનો રોડ શો, C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ- Gujarat Post

મોદીએ કહ્યું મેક ઇન ઇન્ડિયા લખેલા વિમાનો દુનિયાભરમાં ફરશે

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ અંતર્ગત વડોદરા પહોંચી ગયા છે.અહીં તેમણે રોડ શો કર્યો હતો,  લોકોએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતુ, મોદીએ વડોદરામાં સેના માટે વપરાતા સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતુ. ગુજરાતના આ પ્લાન્ટમાં દેશનું પહેલું મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર થશે. વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું કે, વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ભારત માટે ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં મોટી છલાંગ છે.

અમે એરક્રાફ્ટ કેરિયર, સબમરીન બનાવી રહ્યાં છીએ. એટલું જ નહીં ભારતમાં બનેલી દવાઓથી દુનિયામાં લોકોના જીવ બચી રહ્યાં છે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ ગ્લોબના મંત્ર પર આગળ વધી રહેલું ભારત આજે પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે. હવે ભારત પણ ટ્રાન્સપોર્ટ વિમાનોનું મોટું ઉત્પાદક બની જશે. 

એર ટ્રાફિક મામલે ભારત ટોપ 3 દેશોમાં થશે સામેલ

પહેલી વખત સંરક્ષણ એરોસ્પેસ ક્ષેત્રમાં આટલું મોટું રોકાણ થઈ રહ્યું છે. વડોદરામાં બનનારા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી આપણી સેનાને તાકાત મળશે એટલું જ નહીં, તે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકોસિસ્ટમ વિકસાવશે, એર ટ્રાફિકની દ્રષ્ટિએ આપણે વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સામેલ થવા જઇ રહ્યાં છીએ.

દેશમાં પહેલીવાર કોઇ પ્રાઇવેટ કંપની વિમાન બનાવવા જઇ રહી છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ટાટા એરબસ આ વિમાનોનું ઉત્પાદન કરશે. સંરક્ષણ સચિવ અરમાની ગિરિધરના જણાવ્યાં અનુસાર ટાટા એરબસ 40 વિમાનો ઉપરાંત વાયુસેનાની જરૂરિયાત અને પરિવહનને આધારે વધારાના વિમાનોનું ઉત્પાદન કરશે. 

ગયા વર્ષે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા

સપ્ટેમ્બર 2021માં ભારતીય વાયુસેનાએ યુરોપની એરબસ સાથે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ ટાટા કંપનીના સહયોગથી ભારતમાં 40 વિમાનોનું ઉત્પાદન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

રક્ષા મંત્રાલય અનુસાર ભારતમાં બનેલા વિમાનોની ડિલિવરી 2026થી 2031 વચ્ચે થશે. પહેલાના 16 વિમાનો 2023 થી 2025 ની વચ્ચે આવશે. વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ સંદીપસિંહે કહ્યું કે, "આ ડીલ પૂરી થયા બાદ ભારતીય વાયુસેના સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની સૌથી મોટી ઓપરેટર બની જશે.  

ટાટા-એરબસ પ્રોજેક્ટ અંગે મારુતિ સુઝુકીના એમડી હિસાશી તાકેચીએ જણાવ્યું કે, "ભારત વિકસતું બજાર છે તેની પાસે વેપારની અપાર સંભાવના છે. "કોઈ પણ કંપની માટે ભારતીય બજારમાં પ્રવેશ કરવો એ ફાયદાનો નિર્ણય હશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, "અમે ભારત-જાપાન સહકારની 70મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ. આપણે બંને દેશો વચ્ચે વિકાસનો લાંબો ઇતિહાસ ધરાવીએ છીએ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેન ગુજરાતમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તે રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે અને જાપાન તેને મજબૂત ટેકો આપી રહ્યું છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch