Sat,16 November 2024,10:24 am
Print
header

વડોદરાઃ પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ કર્યો આપઘાત, પિયરીયાઓએ કહ્યું દિકરીની હત્યા થઇ છે - Gujarat Post

વડોદરાઃ પાદરા તાલુકાના મોભા ગામના પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ ઘરના સિલીંગ ફેન ઉપર ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું છે. પિયરવાળાઓએ આક્ષેપ કર્યો છે કે દીકરીએ આપઘાત નથી કર્યો તેની હત્યા કરવામાં આવી છે. વડોદરા જિલ્લા DySPને રજૂઆત કરીને મોત અંગે તપાસની માંગ કરી છે. વડુ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક અંકિતા અપાર્થી (ઉ.વ 25) ના લગ્ન 6 વર્ષ અગાઉ પાદરા તાલુકાના પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ચિરાગ અપાર્થી સાથે થયા હતા. લગ્ન બાદ અંકિતા સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. તેઓને અઢી વર્ષની બાળકી છે. અંકિતાએ ભરેલા આ પગલાંથી પરિવાર સહિત મોભા ગામમાં સોંપો પડી ગયો છે. અંકિતાના મોતની જાણ તેના પરિવારજનોને થતા તેઓ આઘાતમાં સરી પડ્યા છે.પત્નીએ ફાંસો ખાઇ લીધાની જાણ થતા પોલીસ પતિ ચિરાગ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છે.

અંકિતાના પિયરવાળાઓએ પતિ સહિત પરિવારજનો સામે રોષ વ્યક્ત કર્યો હતો. અંકિતાની લાશનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા કરવાની માંગ કરી છે, અંકિતાને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે જ્યારથી અંકિતાના લગ્ન થયા છે ત્યારથી તેના પતિ સહિત ઘરના 5 સભ્યો  માનસિક ત્રાસ આપી રહ્યાં હતા.જેથી પતિ તેમજ સાસરિયાના માનસિક ત્રાસથી તેને આ પગલું ભર્યું છે. વડોદરા જિલ્લાના ડીવાયએસપીને આ બનાવ અંગે રજૂઆત કરીને ન્યાયની માંગ કરાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch